પૃષ્ઠ:Tulasi Kyaro.djvu/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

૪૫ : તુલસી-ક્યારો


'વાહ ભૈ વાહ ! વાહ રે બૈ !' એમ એ બોલી ઊઠી. એટલું જ નહિ પણ એણે તો કંચનના હાથના પંજા પોતાના પંજામાં લેવા હાથ લંબાવ્યા.

'ભાભીજી, અમે જઈએ?' કંચન દૂર હટી જઈને ચાલતી ચાલતી કહેવા લાગી.

આ તો જો મુઈ ! મને આ સોત થઇને ત્રીજી વાર ભર્યે મોંયે 'ભાભીજી' કહી બોલાવી : આમ તો જો મુઈ ! આ મારી જોડે કેવી વ્હાલભરી હસે છે : ને પાછી મને મોટેરી કરે છે, રજા માગે છે કે 'જઇએ ?' વાહ રે વાહ !

એવી હર્ષોર્મિના કટોરા પર કટોરા પીતી ભદ્રાએ ઊભા થઇને કંચનના માથા પર હાથ પસવારતે પસવારતે કહ્યું. 'જાવ માડી ! ખુશીથી જાવ. એય તમ તમારે રંગે ચંગે જમી કરીને ફરી હરીને આવજો. આજ પુનેમ છે એટલે ઉતાવળાં થઈને ઘેર ન આવતાં રે'જો. મારી કશી જ ચિંતા ન કરજો. હું કાંઈ મેમાન થોડી છું બૈ! જાવ, એઈ ને ઇશ્વર વાસુદેવ તમારૂં જોડું સદા સુખી રાખે. ને ઘરડાં બુઢ્ઢાં થાવ માડી ! જાવ !'