આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
માણી આવ્યાં : ૫૧
દુભાતી ભદ્રાએ પોતાના ઓરડાની બત્તી ઓલવી. ત્યાં તો ભદ્રાને કાને ફરી પાછા પેલાં બે જણ વચ્ચેની કશીક વાદાવાદીના, કશીક શબ્દ-ટપાટપીના તીખા સ્વરો આવી અફળાયા.
અધરાત પછીનો સમય પ્રણય-કલહનો નથી હોતો ને પ્રણય કલહના સ્વરો આટલા કર્કશ પણ નથી હોતા. આ બેઉ તો દાંત કચકચાવીને બોલતાં હતાં.
'તો પછી મને લઈ નહોતો જવો.'
'શો ગુન્હો કર્યો !'
'મને એકલો બેસારીને જુદી બેઠક કેમ જમાવી ત્યારે?'
'પોતાને જ એકલા પડાવું હતું. પેલી લલિતા માટે. એમ કેમ નથી બોલી શકાતું.'
'હેવાન !'
'જીભ સંભાળજો હો !'
'નહિતર શું ખેંચી કાઢીશ ? આ લે ખેંચ, ખેંચ, ખેંચ, હે-વા-ન!'
'હેવાન તમે-તું-તું-'
'ગદ્ધી !'
'તું-તું-ગદ્ધો'
તે પછી થોડા તમાચાના સ્વરો પણસંભળાયા ને ભદ્રા હવામાં બફારો હોવા છતાં , ગોદડું ઓઢી, લપાઈ, હેબતાઈ, 'ઈશ્વર !ઈશ્વર ! ઈશ્વર!' એવું રટણ કરતી સૂનમૂન પડી રહી. પોતાના કાને આ