પૃષ્ઠ:Ushakant.pdf/૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

________________

ઉષાકાન્ત. ધીરજલાલ:–“ઉષાકાન્ત ! પ્રભાકરને આ શું સૂઝયું ? હાલની ઈગ્રેજી કેળવણથી સેન્ટીમેન્ટાલિટી* વિશેષ આવતી જાય છે અને સહન કરવાની શક્તિ ઓછી થતી જાય છે. જરાક મનને રુચતું ન થાય એટલે વૃત્તિ બદલાય છે. હશે ! તું સુરત, મુંબાઈ વગેરે સ્થળે જવું યોગ્ય લાગે તે જઈને નહિ તે બીજી રી તપાસ કર્યું. બહાર હે હે કરવાની જરૂર નથી. કેઈ પૂછે તે ગામ ગયે છે એટલું જ કહેવું. ભાળ લાગે તે અહીં આવવા હમજાવજે. ને એ ન ગમે અને એની કરેલી ગોઠવણ એ રીયે ભાંગી પડતી હોય અને એથી દીલગીર થતું હોય તે એને રૂચે એમ કરવા દેજે; પસા માટે એને કાંઈ સંકોચ પડવા દઈશ નહિ. એણે એક રીયે યેગ્ય જ પગલું લીધું હશે. શરીર સાચવી જે કાર્ય કરવું હોય તે કરે એટલે બસ અને આપણને વખતો વખત ખબર કરતા રહે એટલે થયું.” ગુલાબ –“ઉષાકાન્ત! મહું તને ન કહેવાના શબ્દો કહ્યા છે તે માટે પસ્તાઊં છું. મારા બેલવા હામે જોઈશ નહિ.” ઉષાકાન્ત - “ભાભી! એ શું બેવ્યાં ? હમે કહેવા લાયક છે અને હું સાંભળવા લાયક છું. પ્રભાકર વિના મહારા દિવસે કેમ જશે ?” ગુલાબ;–“ભાઈ! એ તે વાત જ સંભારીશ નહિ. મને તે એ જ થયાં કરે છે કે એ ગયો ક્યાં?” એના ખબર આવશે ત્યારે હું સોપારી ખાઈશ ત્યાંસુધી સેપારીને અડકીશ નહિ.” - — ' , " +- ---- - -- - — * *

  • -

-

  • .
  • Sentimentality = ભાવમયતા.