પૃષ્ઠ:Ushakant.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

૪૩ પૂર્વ કથા. અને હેના ત્રાસને વિચાર કરતાં આવાં મૃત્યુ માટે નવાઈ નહિ લાગે. પણ દુનિઓમાં આવા બનાવો અસંભવિત નથી. પતિની સાથે અથવા વહેલા મરવાની દયાકેરની તીવ્ર ઉત્કંઠા ફળિભૂત થઈ દયા–પ્રીતમનું યુગલ સંસારનું મમત્વ મૂકી દઈશાન મુદ્રાએ ઉંઘતું હોય એમ ભાસતું હતું. જ્ઞાતિવાળા, સગા સંબંધીઓએ ધીરજલાલને શબ પાસેથી બહાર આ; છોકરાને શાન્ત કર્યો અને સ્મશાનમાં લઈ જવાની તૈયારી કરવા લાગ્યા. સ્ત્રીમંડળ આવી પહોંચ્યું અને કુટવા માટે છેડે કાઢી છાતી ઉધાડી રાખી રેવાની, કૂટવાની તૈયારી થતાંની સાથે જ ઉષાકાન્ત ઉભા થયા અને કુટવાની જરૂર નથી” “એમને એમ બેસે ” “દયાબહેનને કૂટવાનું ગમતું નહતું” “એ તે પ્રીતમભાઈની સાથે જઈ સુખી થયાં એમ બોલી બધાને બેસાડી દીધાં. “હાય ! હાય ! સુધરી ગયા! મા બાપને માટે જરાએ લાગણી નથી; આખી ન્યાતમાં ફટ ફટ થશે! આપણે શું? એમાં શું છેટું કર્યું? કુટવાની ઘેલછા જ છે તે” એવા શબ્દ બેરાંમાંથી ધીરે ધીરે નીકળવા માંડ્યા અને કુટવાનું બંધ થયું. સ્મશાનમાં જતાં રાત્રિના નવ વાગ્યા; દૂધેશ્વરનું સ્મશાન એટલું દૂર છે અને હેમાં રેતીમાંથી શબ ઉપાડી જવું એટલું તે ભારે છે કે લઈ જનારાઓ થાકીને લેથ થાય છે; હેમાં વળી બે શબ હોવાથી માણસની ટાંચ પડી. ચંદ્રભાગા નદીને સાબર- મતી સાથે સંગમ થાય છે ત્યાંથી નદીના નીચા પ્રવાહ આગળ રેતીમાં બે શબવાહિની મૂકવામાં આવી. રાત્રિ અંધારાને લીધે ભયાનક લાગતી હતી. આ બે શબ શિવાય અત્યારે કેઈ બીજી ચિતા સળગેલી નહતી. હામે કિનારા ઉપર આવેલા શિવ- -