પૃષ્ઠ:Ushakant.pdf/૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે

ઉમાકાન્ત. ' મંદિરના ધેળા કળશ અંધકારમાં ઝાંખા દેખાતા હતા. આંબ- લીમાં વખતે વખત પક્ષીને ખળભળાટ થતું હતું; રેલ્વેને પૂલ અંધારામાં પ્રચંડ રાક્ષસ જે ત્રાસ આપતા હતા; ડાધુએ કિનારા ઉપર શબને મૂકી દૂર રેતીમાં ટેળાબંધ બેઠા હતા; થાક, અંધારું અને આવા અકસ્માત બનાવની ગ્લાનિને લીધે મુંગા મુંગા બેઠા હતા; “હમણું જ પાસે થઈ માટે સાપ, નાગ ગયો” એમ એક જણે બૂમ પાડી અને સર્વના અંતઃકરણમાં ચચરાટ થયા. એક મશાલ રાખી હતી પણ પવનના સૂસવાટા આગળ વારંવાર તેલ પુરાતું હતું છતાં જોઈએ એટલે પ્રકાશ આપી શકતી નહિ. હાથમાં કાકડા લઈ લાડાં લઈ ગાડાંવાળા આ અને ચિતા તૈયાર કરવામાં આવી. ચિતા આગળ ધીરજલાલ, પ્રભાકર, ઉષાકાન્ત અને એક બીજો એટલાં જ હતાં. ચિતા તૈયાર થઈ, દયાકાર અને પ્રીતમલાલ જેઓ સ્નેહથી એક શધ્યામાં સૂતાં હતાં તે જ દયાકાર અને પ્રીતમલાલના શબ એક જ ચિતામાં સૂતાં. ધીરજલાલ, ઉષાકાન્ત અને પ્રભાકર શબને ચિતા ઉપર મૂકતાં, ધ્રુજવા લાગ્યાં; અને આંખમાંથી આંસુ પાડતાં ડૂસકાં ખાવાં લાગ્યાં. જ્ઞાતિમંડળ દૂર બેઠું બેઠું જોયાં કરતું હતું. અગ્નિસંસ્કાર છે અને પ્રચંડ અગ્નિ સળ- ગવા લાગે; ચિતાના તેજમાં ધીરજલાલ, ઉષાકાન્ત વગેરેની હીલચાલ ડાઘુઓથી જણાતી હતી. શમશાનમાં દૂર ભૂતડાંઓ ભડકાં વચ્ચે ફરતાં હોય હવે દેખાવ થઈ રહ્યો. પાન સપા- રીના ઘલાં પડ્યાં હતાં પણ હેમાંથી પાન કહાડી અથવા સોપારીને કટકે પણ ખાવાની કોઈની હિમત રહી નહિ. ઉષાકાન્ત અને પ્રભાકર ચિતાથી સહેજ દૂર જઈ રેતીમાં પડ્યા અને ઉધે માથે ધ્રુસકે ધ્રુસકે રોવા લાગ્યા.