પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૧૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૧

કરવામાં આવે એ પણ સભવે. એના ગાંધીજીની કલ્પનાસૃષ્ટિમાં નિષેધ નથી. કારણ કે તેમની સૃષ્ટિમાં જબરદસ્તી — હિંસા નેતા સ્થાન જ નથી, અને અપ્રગતિશીલતાનેયે સ્થાન નથી. જે આજે બ્રાહ્મણ ગણાય છે, પણ બ્રાહ્મણના ધંધા કરતા નથી, અથવા જે આજે બ્રાહ્મણુ ગણાતા નથી, પણ બ્રાહ્મણના જ ધંધો કરે છે અને તેના આદર્શ મુજબ જ વર્તે છે, તેને કયે નામે ઓળખવા, તે વિષે એક કાળે ગાંધીજીએ વિચારો પ્રગટ કર્યાં છે ખરા, પણ કાને શું નામ આપવું તે ઠરાવવામાં હવે એમને રસ રહ્યો નથી એમ કહી શકાય. સ ધંધાદારીએના ચાર જ વિભાગ કરવા કે વધારે સ્ત્ર અને કેટલા તે વિષે એમણે પોતાના વિચાર ‘ ચાવી ’માં પ્રગત કર્યા જ છે. કિં ૯૦ મશરૂવાળા