પૃષ્ઠ:Varn Vyavastha by Gandhiji.pdf/૪૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
ઊંચા અને નીચા

ઊંચા અને નીચા પશ્ચિમમાં જ્યારે લેાકા આમવર્ગની સ્થિતિ સુધારવાની વાત કરે છે ત્યારે કહે છે કે એ લેાકાનું ધારણ ઊંચું કરો. આપણે આ રીતે વાત ન કરી શકીએ, કારણુ જ્યાં તપેાતાનું ધારણુ પાતામાં જ પડેલું છે ત્યાં બહારને શી રીતે તેને ઊંચું કરી શકે? આપણે તે દરેકને પેાતાનુ કર્તવ્ય સમજવાની અને દિનપ્રતિદિન પ્રભુની નિકટ પહોંચવાની તક વધારી શકીએ. તમે તે આજે આખા આ વૃક્ષનું મૂળ ઉખેડવા એઠા છે. એ વૃક્ષનાં કેટલાંક ડાળપાંખડાં સડેલાં છે એ હું કબૂલ કરું છું. તે બધાંને આપણે કાપી નાંખવાં જોઈ એ, પણ મૂળમાં કુહાડી મૂકવાની જરૂર નથી જ. તમે મૂળમાં કુહાડી મૂકવા બેઠા છે, એટલે તમે અનાડી માળી છે. તમને તમારા બાગની કિંમત નથી. જે વૃક્ષે તમને પેણ આપ્યું, છાયા આપી, તે જ વૃક્ષને તમારે કાપવું છે! પણ વૃક્ષને કાપવાના તમારા પ્રયત્ન મિથ્યા છે એ પણુ માનજો. કારણુ, જે સાચા બ્રાહ્મણ છે. તે તમારા કુઠારાઘાત ઝીલ્યા કરશે, અને લેાહી નીગળતાં ધા ઉપર ધા ઝીલતા ઊભા રહેશે. આજે એવા સાચા બ્રાહ્મણ જૂજ છે એ વાત સાચી, ક્ષત્રિયા પણ કથાં છે ? વૈસ્યા અને શૂદ્રો પણ કયાં છે ? દ્ર થવામાં પણ કઈક વિશેષતા છે એ સમજો છે ના? આજે તા આપણે બધા ગુલામ છીએ. આજે તે એક ડાયર આવીને આપણને ધ્રુજાવે છે. એટલે બહેતર છે કે આપણે સૌ ગુલામીમાંથી નીકળી આપણા વ સમજતા થઈ એ. ઘણાકને વૈશ્ય થવું પડશે, કારણ આજે વૈશ્યના પગ તળે બધા ચરાઈ રહ્યા છીએ. શ્રાહ્મણ થઈ એ એમ કહું છું એટલે છીએ તેના કરતાં ઊંચા થઈ એ એમ નહિ, પણ બ્રાહ્મણના ઉચ્ચ સેવાધર્મને આપણે લાયક થઈએ. આજે તે આપણે એટલા 26