લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?
૮૫
 

વળી પાછું બેડું લાવીને ગોળામાં નાખ્યું; પણ ગોળો ભરાણો નહિ.

સોનબાઈને ખબર પડી કે ગોળો તો ભાભીએ ફોડી નાખ્યો છે. પાછી એ તો નદીએ ચાલી. નદીએ જઈને ધ્રુશકે ધ્રુશકે રોવા મંડી. ત્યાં એક દેડકો આવ્યો. દેડકો કહે : “બેન, બેન ! રડે છે શું કામ ? તારે તે શું દુઃખ છે ? તારું જે દુઃખ હોય તે કાપું. એકવાર રોતી છાની રહે.”

સોનબાઈ કહે : “બાપુ ! મારાં માબાપ જાત્રાએ ગયાં છે; મારો ભાઈ દુકાને ગયો છે ને મારી ભાભી મારી આગળ પાણી ભરાવે છે. ભાભી કહે છે કે ગોળો ભરી દે તો પાણી આપું. ગોળો તો એણે પથરો મારી કાણો કર્યો છે. એમાં પાણી નાખું છું એમ એમ એ તો નીકળી જાય છે. હવે મારે તે શું કરવું ? હું તે કેટલાં બેડાં ભરું ?”

દેડકો કહે : “રો મા બાપુ ! લે હું તારી સાથે આવું ગોળાના કાણામાં બેસી જઈશ એટલે ગોળામાંથી પાણી નહિ જાય.”

સોનબાઈ તો ખુશીખુશી થઈ ગઈ. પછી દેડકો સોનબાઈના બેડામાં બેસીને સોનબાઈને ઘેર ગયો.

વળી એક બીજું દૃષ્ટાંત લઈએ.

ટીડો જોષી[]
(વાંચવા યોગ્ય વાર્તાનો નમૂનો)

એક બ્રાહ્મણને એકનો એક પુત્ર હતો. ખોટ્યનું જણ્યું એટલે એનું નામ ટીડો પાડ્યું હતું; જમણું નસકોરું વિંંધાવ્યું હતું;


  1. *‘વસંત’ના સંવત ૧૯૭૫ના માર્ગશીર્ષના અંકમાંથી ઉતારો.