આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૯૦
વાર્તાનું શાસ્ત્ર-૧
‘ગોખે બેઠાં ગણી પુરી,
‘રણવગડામાંથી ગોતી કાઢયો ધોરી;
‘નીદરડી નીદરડી કરતાં લાધ્યો હાર,
‘મૂકો રાજા, ટીડાનો ખાર.’
ટીડાનો આશય એટલો જ હતો કે ‘ત્રણ્ય વાર કેમ કરીને છૂટ્યો છું તે મારું મન જાણે છે; હવે વિશેષ કષ્ટ ન આપો તો મોટી કૃપા.’ પણ દૈવયોગે રાજાએ ટીડું જ મૂઠિમાં ઝાલ્યું હતું અને તે એમ સમજ્યો કે જોષી મને ટીડડું છોડી દેવા વીનવે છે. એટલે વળી ટીડાને પોતાને ગળેથી એકાવળ હાર ઊતારીને આપ્યો.
પછી ટીડો વહૂને તેડીને ઘેર આવ્યો, અને
ખાધું પીધું રાજ્ય કિધું,
વધ્યું એટલું કૂતરાને નાખ્યું;
ગોખલામાં ગોટી,
મારી વાર્તા મોટી;
લિંબડે આવ્યો કોર,
ને બીજી વાર્તા પોર.
✽
ટીડા જોશીની વાર્તા*[૧]
(કહેવા યોગ્ય વાર્તાનો નમૂનો)
એક હતો જોશી. એને જોશ જોતાં ન આવડે પણ દંભમાં રળી ખાય. એક દિવસ તે એક ગામથી બીજે ગામ જવા નીકળ્યો.
- ↑ બાળવાર્તા ભાગ ત્રીજો. પ્રકાશક:– શ્રી દક્ષિણામૂર્તિ પ્રકાશન મંદિર, ભાવનગર.