પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૦૧
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? ૧૦૧ કૂવાને બદલે વશરામ ભૂવો કહે "ડબકાં ખવરાવું બેચાર ?” પાછો કૂવાને બદલે વળી વશરામ બોલ્યો : "ખવરાવને ભાઈ, દસબાર.” પછી તો દલા તરવાડીના નાકમાં, અને મોંમાં પાણી પેસી ગયું તેથી દલા તરવાડી બહુ કરગરીને કહેવા લાગ્યા : "ભાઈ સાહેબ ! આ એક વખત જવા દે, તારી ગાય છું. હવે કોઈ દી ચોરી નહિ કરું.” પછી તરવાડીને બહાર કાઢયા અને જવા દીધા. તરવાડી ફરી વાર ચોરી કરવી ભૂલી ગયા ને ભટ્ટાણીનો રીંગણાંનો સ્વાદ સુકાઈ ગયો. ભાષાની દૃષ્ટિએ કેટલીક વાર્તાઓ એવી તો સાદી છે કે એમાં શણગાર કરવાની કદી પણ જરૂર પડતી જ નથી. એવી વાર્તાઓ અકબંધ આજે જમાનાઓથી આપણામાં ઊતરી આવેલી છે ને છતાં એવી ને એવી જોરદાર અને મીઠાશ ભરેલી છે. એની ખૂબી એની સાદાઈમાં છે; એ જ એનો ભેદ છે. 'જૂની વાર્તા', 'જૂબાઈની વાર્તા', 'કાગડા-કાબરની વાર્તા', 'પોપટ-કાગડાની વાર્તા’, ચકી-ચકાની વાર્તા', 'આનંદી કાગડાની વાર્તા', વગેરે જાતની વાર્તાઓ સાદાઈના ઉત્કકૃષ્ટ નમૂનાઓ છે. વાર્તાઓ ગમે તે શ્રેણીની હોય પણ સાદાઈ તો તેનું આવશ્યક લક્ષણ છે જ. વાર્તાની સાદાઈ સંબંધે આટલું કહ્યા પછી આપણે વાર્તાની રચનાનો વિચાર કરીએ. રચના એટલે વસ્તુસંકલના. અંગ્રેજી 'પ્લોટ’ શબ્દથી આપણે એનો ભાવ જણાવી શકીએ. કોઈ પણ વાર્તામાં વસ્તુસંકલના આવશ્યક છે, પણ મોઢેથી કહેવામાં વાર્તામાં