પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૨
વાર્તાનું શાસ્ત્ર
 

૧૨
 

કેટલીયે કંડિકાઓ પેરેગ્રાફ) આમાં જડે છે. તે બધાનો અહીં ઉલ્લેખ કરવા જતાં દ્વિરુક્તિ થાય એ બીકથી જ તેમ કરતાં અટકવું પડે છે. વાર્તાનું શાસ્ત્ર શીખવાની ઇચ્છા ન હોય એવા સામાન્ય વાચકને પણ આ ગ્રંથ વાંચતાં ખૂબ રસ પડે એમ છે. શાસ્ત્ર શબ્દથી જ ભડકી ઊઠીને, આમાં તો નીરસ ડાચાકૂટ હશે એમ જો કોઈ ધારે તો તેનું દુદૈવ જ ગણાવું જોઈએ. ગિજુભાઈની લગભગ દરેક કૃતિની મેં પ્રસ્તાવના લખી છે. તે ઉપરથી ગિજુભાઈ પ્રત્યેનો મારો પક્ષપાત તો સિદ્ધ છે જ. પક્ષપાતના ટકા બાદ કર્યા પછી પણ હું નિઃશંકપણે કહી શકું કે ‘વાર્તાનું શાસ્ત્ર’ રચવામાં ગિજુભાઈ સફ્ળ નીવડ્યા છે અને શિક્ષણશાસ્ત્રના સાહિત્યમાં તેમણે કીમતી ઉમેરો કર્યો છે. માણસ શિક્ષક થયો એટલે કેટલી દૃષ્ટિએ તેણે વિચાર કરવો જોઈએ એનો પણ સરસ ખ્યાલ આ ચોપડીમાંથી અધ્યાપકોને મળશે. દત્તાત્રેય બાલકૃષ્ણ કાલેલકર G