પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૨૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૦૯
 

વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી? ઉદ્યોગપરાયણ લોકોની ટૂંકી હોય છે. કોઈ પ્રસંગે વાર્તાને લંબાવીને કે લડાવીને કહેવામાં રસ જામે છે તો કોઈ પ્રસંગે વાર્તાને ટૂંકી પણ ભારવાહી ભાષામાં કહેવામાં ખૂબી આવે છે. એમાં ઘણી વાર્તા સાંભળનાર અને કહેનાર બન્નેની સમાન કક્ષાનો પ્રશ્ન હોય છે. અફીણી ગરાસિયાઓને લાંબી વાર્તામાં જ રસ પડવાનો. વિદ્વાન લોકોને વાર્તાના અર્કમાં જ મજા આવવાની. કલ્પનાપ્રધાન માણસોને વાર્તા જેમ લાંબી તેમ ઠીક પડે, ત્યારે વાસ્તવિકતાપ્રધાન લોકોને વાર્તાનો અંત જલદી આણવો ગમે છે. ઘણા લોકોને વાર્તા પુરી થઈ જાય એ ગમે જ નહિ ત્યારે ઘણા લોકોને એકાદ વાર્તા સાંભળતા સાંભળતાં ઊંઘ આવી જાય. વાર્તા સાંભળતા થાકે જ નહિ એક રાજાની વાર્તા આપણા વાર્તાના ભંડારમાં છે પણ ખરી. આવી જાતના લોકોને ધ્યાનમાં રાખીને જ ભિન્ન ભિન્ન કાળે લાંબી અને ટૂંકી વાર્તાઓ દેશ દેશમાં રચાઈ છે. આપણાં ઉપનિષદોમાં રહેલી વાર્તાઓ ટૂંકીને ટચ છે, પરંતુ એની ગંભીરતા બહુ ભારે છે. આપણી પૌરાણિક વાર્તાઓ જોઈએ તેટલી લાંબી છે. ઘણા લોકોને પુરાણો લાંબી લાંબી વાર્તાઓ છે તેથી જ ગમતાં નથી જ્યારે ઘણા લોકોને ઉપનિષદોની ટૂંકી આખ્યાયિકાઓમાં કશી લહેજત આવતી નથી. સામાન્ય રીતે બાળકોની ઉમર જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ તેઓને લાંબી ને લાંબી વાતો ગમતી જાય છે. એવું પણ મેં જોયું છે કે એકવાર એમને લાંબી વાર્તાનો સ્વાદ ચખાડયો તો પછીથી તેઓ જ્યાં સુધી ઊંચી રુચિને કેળવી શકે નહિ ત્યાં સુધી લાંબી વાર્તાઓ જ માગ્યા કરે છે. વિનયમંદિરના વિદ્યાર્થીઓને એકવાર 'ધર્માત્માઓનાં ચરિત્રો’ની લાંબી લાંબી વાર્તાઓ કહી સંભળાવ્યા પછી તેમને ટૂંકી ફૂંકી આખ્યાયિકાઓ સંભળાવવાની અમને ભારે મુશ્કેલી પડેલી. ૧૦૯