પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૦૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૦૮
 

વાર્તાનું શાસ્ત્ર-૧ રામનો વનવાસ પૂરો થયો એટલે એ ગાદીએ બેઠા ને ખાધું, પીધું ને રાજ્ય કર્યું. આવી રીતે વાર્તા ટૂંકાવવામાં કળા વાપરવાની જરૂર પડે છે. વાર્તા ટૂંકાવનારે પ્રથમ નક્કી કરવું પડે છે કે વાર્તામાં ક્યા બનાવો એવા છે કે જેને લીધા વિના તો ચાલે જ નહિ. વાર્તા ટૂંકાવનારે એ પણ નક્કી કરવાનું છે કે વાર્તા કયાં કયાં ટૂંકાવી શકાય તેવી છે ને કયાં કયાં તેનો પ્રવાહ અત્યંત ક્ષીણ હોવાથી તેને એમ ને એમ રહેવા દેવા જેવો છે. પછી કેવી રીતે ટૂંકાવવી તેનો વિચાર પણ તેને કરવાનો રહે છે. વાર્તા ટુંકાવવાની રીતો હું સ્વ. બ્રાયન્ટના શબ્દોમાં મૂકું તો વાર્તાકથનના કામમાં કુશળતા ધરાવનાર એ સ્વર્ગસ્થ બાનુનું યર્થાથ શ્રાદ્ધ થાય. ૧૦૮ "When two or more steps can be covered in a single stride, one makes the stride. When a necessary explanation is unduly long, or is woven into the story in too many strands, one disposes of it in an introductory statement, or perhaps in a side remark. If there are two or more threads of narrative, one chooses among them, and holds strictly to the one chosen, eliminating details which concern the others." લાંબી વાર્તાને ટૂંકાવવાની જરૂર છે એમ જ ટૂંકી વાર્તાને લંબાવવાની જરૂર છે. જેમ જેમ લોકોની રુચિ ઊંચી થતી જાય છે અને એમની સાહિત્યવિષયક સંસ્કૃતિ વિશુદ્ધ થતી જાય છે તેમ તેમ એમની વાર્તાઓ ટૂંકી થતી જાય છે; એવી જ રીતે જે લોકોને દિવસોના દિવસો અને રાત્રિની રાત્રિઓ ગરમ હવામાં ઉઘમ વિના કાઢવાની હોય છે તેમની વાર્તાઓ ખૂબ લાંબી હોય છે, જ્યારે જેમને વખત ગુમાવવાનો બિલકુલ અવકાશ નથી એવા