બાવાજીએ કમળાને કહ્યું : “ધ્યાન ધર.”
કમળા ધ્યાન ધરવા બેઠી. ત્યાં તો બાવાજીએ પીંછાનો ઢગલો કમળાના માથા ઉ૫૨ નાખ્યો ને પછી “એક, બે ને ત્રણ !” કહ્યું ત્યાં તો કમળામાંથી એક પક્ષી બની ગયું. એ પક્ષી બુલબુલ ન હતું; એ તો હતું ચંડોળ.
બાવાજી કહે : “કમળા ! મેં તને ચંડોળ બનાવ્યું છે. બુલબુલ તો રાતે જ ગાય, ને ચંડોળ તો દિવસે ય ગાય ને રાતે ય ગાય. બુલબુલનો રાગ મીઠો છે, પણ ચંડોળનો રાગ તેથી ય મીઠો છે. બુલબુલનાં પીંછાં સુંદર છે પણ ચંડોળનાં પીંછાં એથી ય સુંદર છે. તું મને બહુ ગમે છે, તેથી મેં તને ચંડોળ બનાવી છે.”
ઊડતું ઊડતું ચંડોળ બુલબુલ પાસે આવ્યું. બુલબુલ દોડીને કમળાને ભેટ્યું; કહે : “આવ આવ, મારી વહાલી બેન કમળા !”
કમળા કહે : “છટ્ ! અરે હું તે હવે કમળા ક્યાં છું ? જો તો ખરું, હું તો હવે સુંદર ચંડોળ બની ગઈ છું.”
ચંડોળ દિવસે ગાય ને રાતે ઊંઘે; ને બુલબુલ રાતે ગાય ને દિવસે ઊંઘે. પણ સવારસાંજ બંને ભેગાં થાય ને મીઠી મીઠી વાતો કરે. રોજ બંને પક્ષીઓ ભેગાં થાય ને કિલ્લાની બારીએ ને કાંગરે બેસે ને ગીતો ગાય.
તમારે એમને જોવાં હોય તો કમળાના કિલ્લા પાસે જવું ને બારી સામે જોવું.
વળી પંજાબી, મરાઠી, બંગાળીને એવી સ્વદેશી ભાષાઓમાં રહેલી વાર્તાઓને ગુજરાતી ભાષામાં ઉતારવાનું કામ પણ કરવાનું છે.
“પંજાબી વાતો” નામના વાર્તાના અંગ્રેજી સંગ્રહમાં એક વાર્તા નીચે પ્રમાણે છે :–