આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?
૧૫૧
“કૂકડી પડી રંગમાં,
કૂકડો શોકઢંગમાં,
પીંપળપાન ખર્યાં
ભેંશશીંગ પડ્યાં
નદી નપાણી
કોયલ કાણી
વાણિયો દીવાનો
ગોલો મૂંઝાણો
ગોલી રોતી
અને રાણી નાચતી.”
કુંવર કહે : “ત્યારે લ્યોને હું હવે ઢોલકું વગાડું, એટલે નાચ સારો થાય!” એમ કહી કુંવર ઢોલકું વગાડવા લાગ્યો.
એટલામાં રાજાને ખબર પડી એટલે રાજા આવ્યો અને બધી વાત જાણી એટલે પોતે તાળી ટીપવા લાગ્યો. પછી તો સૌ સાથે ગાવા લાગ્યા :-
“કૂકડી પડી રંગમાં,
કૂકડો શોકઢંગમાં,
પીંપળપાન ખર્યાં
ભેંશશીંગ પડ્યાં
નદી નપાણી
કોયલ કાણી
વાણિયો દીવાનો
ગોલો મૂંઝાણો
ગોલી રોતી
રાણી નાચતી,