લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૬૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૦
વાર્તાનું શાસ્ત્ર-૧
 

ગઈ. રાણી ગોલીને જોઈને કહે : “ગોલી ! તું રોતી રોતી કેમ આવી ? ઘરમાં શું થયું ?”

ગોલી કહે : “અરે બા! કીધાની વાત નથી; ભૂંડું થયું છે!”

રાણી કહે : “શું છે ? કહે તો ખરી ઝટ, કંઈ ઉપાય તો થાય?”

ગોલી કહે :

“કૂકડી પડી રંગમાં,
કૂકડો શોકઢંગમાં,
પીંપળપાન ખર્યાં
ભેંશશીંગ પડ્યાં
નદી નપાણી
કોયલ કાણી
વાણિયો દીવાનો
ગોલો મૂંઝાણો
અને ગોલી રોતી.”

રાણી કહે : “આ તો ગજબ થયો ! હવે આ બધું દુઃખ ભૂલવા માટે હું તો નાચવા માંડીશ. નાચવામાં બધું દુઃખ વિસારે પડશે.” એમ કહી રાણી નાચવા લાગી.

ત્યાં કુંવર આવ્યો.

કુંવર કહે : “મા, મા ! આ શું કરો છો ? તમને આ શું થયું છે ?”

રાણી કહે : “ભાઈ ! ભારે દુઃખ પડ્યું છે, તે ભૂલી જવા માટે નાચું છું.”

કુંવર કહે : “માડી ! કહો તો ખરાં ? તમને શું દુઃખ હોય?”

રાણી કહે :