લખાણ પર જાઓ

પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
વાર્તાને કહેવા યોગ્ય કેમ બનાવવી?
૧૪૯
 

વાણિયો કહે :

“કૂકડી પડી રંગમાં,
કૂકડો શોકઢંગમાં,
પીંપળપાન ખર્યાં
ભેંશશીંગ પડ્યાં
નદી નપાણી
કોયલ કાણી
અને વાણિયો દીવાનો.”

ગોલો તો એટલો બધો મૂંઝાયો કે ઘેર જઈને લમણે હાથ દઈને બેઠો. ત્યાં ગોલી આવી.

ગોલી કહે : “ગોલારાણા ! આમ મૂંઝવણમાં કેમ બેઠા છો?”

ગોલો કહે : “કીધાની વાત નથી; જુલમ થઈ ગયો છે!”

ગોલી કહે : “કહો તો ખરા ! કાંઈ કીધા વિના ખબર શી પડે?”

ગોલો કહે :

“કૂકડી પડી રંગમાં,
કૂકડો શોકઢંગમાં,
પીંપળપાન ખર્યાં
ભેંશશીંગ પડ્યાં
નદી નપાણી
કોયલ કાણી
વાણિયો દીવાનો
અને ગોલો મૂંઝાણો.”

ગોલી તો ગોલાની દશા જોઈ રોતી રોતી રાણી પાસે