પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૪૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૪૮
 

વાર્તાનું શાસ્ત્ર-૧ કોયલ કહે : "ત્યારે હવે તો મારે ય શોક કરવો જોઈએ. મને તો એવું લાગી આવે છે કે હું હવે રોઈ રોઈને આંખ જ ફોડું.” આમ કહીને કોયલ એવી તો રોવા માંડી કે એની એક આંખ જ ફૂટી ગઈ. કાણી કોયલ ત્યાંથી ઊડતી ઊડતી એક વાણિયાની દુકાને આવીને બેઠી. ૧૪૮ વાણિયો કહે : "અલી કોયલ ! તું કાણી કેમ થઈ ?” કોયલ કહે : "શેઠ ! કાંઈ કીધાની વાત નથી; બહુ ભૂંડું થઈ ગયું છે !” વાણિયો કહે : "કહે તો ખરી, એવું તે બધું શું છે ?” કોયલ કહે : કૂકડી પડી રંગમાં, કૂકડો શોકઢંગમાં, પીંપળપાન ખર્યાં ભેંશીંગ પડયાં નદી નપાણી અને કોયલ કાણી.’’ વાણિયો એટલો બધો દિલગીર થઈ ગયો.કે શોકમાં ને શોકમાં ગાંડો થઈ ગયો. ત્યાં એક રાજાની રાણીનો ગોલીનો વર ગોલો, વાણિયાની દુકાને કાંઈ ચીજ લેવા આવ્યો. વાણિયો ગાંડા જેવો બેઠો હતો તે જોઈ તેણે તેને પૂછ્યું : "વાણિયાભાઈ ! ગાંડા જેવા કેમ દેખાઓ છો ? શરીર તો સારું છે ને ?” વાણિયો કહે : "અરે ભાઈ! મોટું દુઃખ આવી પડયું છે !” ગોલો કહે : "એવું તે શું દુઃખ છે ? કહો તો ખરા ?”