પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૬૨
 

વાર્તાનું શાસ્ત્ર-૧ પાત્ર નથી પણ સૂત્રધાર છે. એટલે જ વાર્તાનાં પૂતળાંને બરાબર નચાવવાની કળા તેનામાં આવશ્યક છે. વાર્તાના પાત્રનું હાસ્ય જાતે ખડખડાટ હસીને બતાવવામાં ખૂબી નથી. વાર્તાકારની ખરી ખૂબી તો વાર્તાના હાસ્યવિનોદ પ્રત્યે ઈંગિત માત્રથી - એક સૂચનાત્મક સ્મિત માત્રથી અંગુલિનિર્દેશ કરવામાં રહેલી છે. એવી જ રીતે વાર્તાનો વિનોદ જાતે ભજવી બતાવવાથી અવિનોદને પામે છે. અભિનય કરવામાં ખૂબ કૃપણતા રાખવાની જરૂર છે. દવા માંદગી મટાડે છે પણ તંદુરસ્તીની ખામી બતાવે છે, એમ જ અભિનય માણસનો ભાવ પ્રત્યક્ષ કરાવી શકે છે તેની સાથે જ માણસની કલ્પનાનું દારિદ્રય પ્રગટ કરે છે. જેમ જેમ નાટકનું વસ્તુ સામાન્ય અને નાટકોની અને શ્રોતાજનોની કલ્પના દરિદ્ર તેમ તેમ અભિનયનું પ્રમાણ વધે છે. જે શ્રોતાગણ આંખના પલકારાથી કે ગળાના અવાજથી કે શરીરના સહેજ હલનચલનથી કથાકારનો અંતર્ગત મર્મ સમજવામાં નિષ્ફળ જાય છે તે આપણે ઓછા કલ્પક કહીએ છીએ. જેમ જેમ સમાજ અશિષ્ટ તેમ તેમ તેને ભવાઈમાં વધારે રસ પડે છે; અને જેમ જેમ સમાજ વધારે શિષ્ટ તેમ તેમ તેને દષ્ય નાટકો કરતાં પણ શ્રાવ્ય નાટકોમાં વધારે રસ આવે છે. આથી જ રામલીલામાં હનુમાનનું અને તાબૂતમાં દીપડાનું પૂંછડું બહુ વધારે પ્રમાણમાં મોટું કરવું પડે છે. વાર્તા એ એક શબ્દચિત્ર છે, અને તેથી વાર્તાશ્રવણ એ કલ્પનાનો વિષય છે. સાહિત્યશિક્ષણનો ઉદ્દેશ માણસને ઊંચામાં ઊંચી કલ્પનાને ને ઊંચામાં ઊંચી કારીગરીને શબ્દચિત્રોથી સમજતો કરવાનો છે. વાર્તાનું કથન એ ઉદ્દેશ સિદ્ધ કરવા માટે સાધન છે, અને સાધ્ય પણ છે. ચિત્રો અનેક પ્રકારનાં છે; આંખનો વિષય થઈ શકે તેવાં ચિત્રો રૂપચિત્રો છે, શ્રવણગોચર ચિત્રો ધ્વનિચિત્રો ૧૬૨