પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૬૭
 

વાર્તા કેવી રીતે કહેવી ? સ્વાભાવિકપણે અને વિના આયાસે કરી શકતા હોય. જેઓને સોંગ પરાણે કરવો પડતો હોય, જેઓમાં સોંગ અસ્વાભાવિક હોય, જેઓને સોંગ માટે સીધો પ્રયત્ન કરવો પડે, તેમણે તો કદી સોંગ કરવો જ નહિ. એવાઓ સોંગ ન કરે તેમાં જ વાર્તાના સાંભળનારાંઓને લાભ છે. ૧૬૭ વાર્તા કહેનારની વાણીમાં સ્પષ્ટતા જોઈએ. તેના અવાજમાં વાર્તાનો વિનોદ, વાર્તાનો શોક, વાર્તાની સઘળી લાગણીઓ અને ભાવો ધ્વનિત થવા જોઈએ. વાર્તા ન અતિ ઉતાવળથી થવી જોઈએ કે ન અત્યન્ત ધીમેથી. સાધારણ રીતે વાર્તાના કથનનો વેગ વાર્તા પોતે જ નક્કી કરી આપે છે; છતાં ય મધ્યમ ગતિથી વાર્તા કહેવાય તો જ સારું. અવાજથી આપણે વાર્તામાં રહેલ ભાવો જેવી સુંદર રીતે પ્રગટ કરી શકીએ છીએ તેવી સુંદર રીતે બીજાં સાધનો વડે વાર્તાના ભાવો પ્રગટ થઈ શકતા નથી. અવાજમાં આપણે હાસ્ય દર્શાવી શકીએ છીએ, આવજમાં આપણે શોક પ્રદર્શિત કરી શકીએ છીએ, અને અવાજમાં આપણે વાર્તાના પ્રાણને વહેવડાવી શકીએ છીએ. અવાજ કાઢવાની, ફેરવવાની ને બદલવાની કળા વાર્તા કહેનારામાં ઘણી જ આવશ્યક અને ઉપયોગી છે. શરૂઆત જેમ બને તેમ ધીમા અવાજથી કરવી. કદી પણ ઘાંટો પાડીને વાર્તા કહી શકાય જ નહી. ઘાંટો પાડીને વાર્તા કહેવાથી વાર્તા બાળકના મગજમાં જતી નથી પણ માત્ર કર્કશ અવાજ જ જાય છે, અને તેથી બાળકના કાનની શક્તિ ઘટે બાળકને માત્ર સંભળાય તેટલો જ અવાજ બસ છે. વાર્તા કહેનારે હંમેશાં એક કરતાં વધારે વાત કહેવા માટે તૈયાર રહેવું જોઈએ. જો એકાદ વાર્તા બાળકોના સાંભળવામાં પૂર્વે આવી ગઈ હોય અને તેથી કે વાર્તાની પસંદગીમાં ભૂલ થવાથી