પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૬૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૬૮
 

વાર્તાનું શાસ્ત્ર-૧ નિષ્ફળ જાય તો તુરત જ બીજી વાર્તા વાપરવામાં આવે. જે મનુષ્ય એકાદ બે કે પાંચ વાર્તા વાંચીને કે સાંભળીને કહેવા નીકળે છે તે હંમેશાં તેના કામમાં નિષ્ફળ જ જવાનો. વાર્તા કહેવાનું કામ કરનારે તો સંખ્યાબંધ વાર્તાઓ જાણવાની જરૂર છે, ને હરેક વખતે તેણે વાર્તા કહેવાને તત્પર જ રહેવું જોઈએ. વાર્તા કહેનારે વાર્તા કહેતી વખતે એક બાળક તરીકે એ વાર્તાનો આનંદ લેવાનો છે, તેમ જ પોતાની વાર્તા બીજો કોઈ કહેતો હોય અને તે પોતે સાંભળતો હોય એવી તટસ્થતા વાર્તા પ્રત્યે રાખવાની છે. આમ કરવાથી જ પોતે બાળકની દૃષ્ટિને સમજી શકે છે અને પોતે પોતાનો જ ટીકાકાર બની જઈ પોતાની ભૂલો શોધી કાઢી સુધારી શકે છે. આ બન્ને કામ કરવા ઉપરાંત પોતાને પણ તલ્લીન થઈ જવાનું છે. વાર્તાના ભાવો અને લાગણીઓ જગાડવાની સાથે પોતે પણ તે અનુભવવાનાં છે તે ભૂલી જવાનું નથી. ૧૬૮ Alv