પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯
વાર્તાનું શાસ્ત્ર
 
૧૯
 

વાર્તાનું શાસ્ત્ર [ખંડ પહેલો] પ્રકરણ પહેલું વાર્તાકથનનો ઉદ્દેશ વાર્તાકથનના શાસ્ત્રનું પહેલું પ્રકરણ વાર્તાકથનના ઉદ્દેશ સંબંધે હોવું જોઈએ. જ્યાં સુધી વાર્તાકથનનો ઉદ્દેશ વાર્તા કહેનારના મનમાં સ્પષ્ટ ન હોય ત્યાં સુધી વાર્તા કહેનાર વાર્તાની પસંદગીમાં, તેના ક્રમમાં અને તેને કહેવાની રીતિમાં બહુ જ મુશ્કેલી અનુભવે. આપણે જાણીએ છીએ કે માણસ વાર્તા સાંભળીને આનંદ પામે છે. માણસને નિરાશ કરનારી વાર્તા પોતાનું જીવન લાંબો વખત ભાગ્યે જ ટકાવી શકે. કેટલીએક વાર્તાઓ એવી હોય છે કે જે બીજાઓને નિરાશાજનક લાગે છે, છતાં એમાં રહેલી ઉપરની નિરાશા જ કેટલાં યે દુઃખી જનોના જીવનમાં આશાસંચાર કરે છે, અથવા કેટલાં યે જીવન હારી ગયેલાંઓને ઉત્તેજિત કરે છે, અથવા છેવટે એક સહાનુભૂતિપૂર્ણ મિત્રની ગરજ તો સારે જ છે. સ્વાભાવિક સ્થિતિમાં મનુષ્યનો સ્વભાવ આનંદ મેળવવાનો છે અથવા દર્દને ભૂલી જવાનો છે. આ બન્ને વૃત્તિથી પ્રેરાઈને માણસ વાર્તા સાંભળે છે. વાર્તા આનંદને માટે સ્વાભાવિક ખોરાક છે તેમ જ તે દર્દની દવા પણ છે. નાનાં બાળકો પોતાની કલ્પનાના