પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૯૨

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૭૪
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૭૪
 

વાર્તાનું શાસ્ત્ર-૨ વાર્તા પણ એને વખતે જ શોભે છે. શિવરાત્રિ હોય, અપવાસ કર્યો હોય, શંકરની બીલીપત્ર વડે પૂજા થઈ રહી હોય તે વખતે 'હરણાનું સ્મરણ'નું કથન કેવું શોભી ઊઠે ? રાંધણછઠ્ઠને દિવસે ખૂબ ગંધાય ને છોકરાં ધરાઈ ધરાઈને ખાય પછી રાતે કળશે જવાણાં થાય ત્યારે બરાબર લાગ જોઈને 'એ બાઈ અણશીખી, એ બાઈ અણશીખી’ની વાર્તા બાળકોને કહી સંભળાવે ત્યારે કેવી ગમ્મત જામે તેની ખરી ખબર કાં તો વાર્તા કહેનારને અથવા સાંભળનારને જ સમજાય. આવી આવી અરધી ઐતિહાસિક, અરધી કપોલકલ્પિત, અરધી પૌરાણિક અને અરધી આધુનિક વાર્તાઓ ત્રણસેને પાંસઠ દિવસની આપણે મેળવી શકીએ, ને પ્રત્યેક દિવસે એકેક વાર્તા વિદ્યાર્થીઓને કહીને આપણી સંસ્કૃતિનાં કેટલાંએક પડોશી તેમને પરિચિત કરી શકીએ. આવી વાર્તાઓને આપણે વારતહેવારોની વાર્તાઓને નામે ઓળખીએ છીએ. ૧૭૪ જેમ જન્માષ્ટમીની એક વાર્તા, રામનવમીની બીજી વાર્તા ને હોળીની ત્રીજી વાર્તા, એમ જ ઋતુઓની પણ વાર્તા હોય છે. એ વાર્તાઓ ઋતુએ ઋતુએ કહેવામાં આવે તો ૠતુઓના ભેદો વિદ્યાર્થીઓ સરળતાથી સમજી જાય. ચોમાસું આવે અને આકાશમાં કાચબી તણાય ત્યારે ઈન્દ્ર અને ઈન્દ્રધનુષ્યની વાર્તા ચાલે; દેડકાં ડરાઉ ડરાઉ કરતાં હોય તે વખતે 'સાલા મેં તેરેકું ડરાઉ’ જેવી એકાદ વાર્તામાં મજા આવે; ઉનાળો આવે ને હોલાં તડકામાં 'ઘુ ઘુ ઘુ’ કરવા માંડે ત્યારે તેજી ફૂઈ, તેજો કૂવો ડૂબી મૂઓ.' એ વાર્તા કહેવાય. એમ જ ઉનાળે ઊંડા જળ જાય, દેડકાં જમીનમાં પેસી જાય ત્યારે દેડકાંને ધરતીમાતા શા માટે પેસવા દે છે તેની વાર્તા મરાઠી ભાષામાંથી લઈ આવીને ખુશીથી કહી શકીએ. ઋતુએ ઋતુએ જેને અંગ્રેજી સાહિત્યમાં કુદરતની વાતો કહે છે તે કહી શકીએ.