પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૮૦
 

વાર્તાનું શાસ્ત્ર-૨ ગાડું માર્ગે પડયું એટલે પટેલ દીકરાને કહે : "દીકરા વાટ કાપને.” ૧૮૦ દીકરામાં કંઈ ફેરફાર થયો ન હતો. એ તો આગળની પેઠે ગાડામાંથી નીચે ઊતર્યો ને રસ્તાને ખોદી સરખો કરવા લાગ્યો. બાપ કહે : "ચાલો બેટા ! ઘર ભણી.” ગાડું વાળીને બાપદીકરો ઘરે આવ્યા. ત્રીજી વહુને પણ પિયર વળાવી. એમ ચોથી વધુ. પાંચમી વહુ અને છઠ્ઠી વહુ પરણાવી, પણ દીકરો તો એવો ને એવો મૂર્ખા રહ્યો. છેવટે પટેલે એક સારા કૂળની કન્યાને પોતાના દીકરા સાથે પરણાવી. આ સાતમી વહુ સમજુ ને શાણી હતી. પહેલી જ રાત્રે તેણે પટેલના છોકરાને પૂછ્યું : "તમને તમારા બાપાએ આટલી બધી બાયડીઓ કેમ પરણાવી, અને બધીયને પાછી એમને પીયર કેમ મોકલી દીધી, એની કાંઈ ખબર છે ?” દીકરો કહે : કોણ જાણે શું ય છે ! મને તો બાયડી પરણાવે છે ને થોડા દિવસ થાય એટલે બાપા કહે છે કે 'ચાલ દીકરા ! ગામતરે.' ગાડુ બેચાર ગાઉ ભોં જાય છે ત્યાં બાપા કહે છે કે 'દીકરા ! વાટ કાપને.’ હું કોદાળી ને પાવડો લઈને રસ્તો કાપવા મંડી પડું છું, પણ ત્યાં તો બાપા કહે છે કે 'ચાલો દીકરા! ઘર ભણી.’ પછી ઘેર આવીને વહુને પિયર વળાવે છે ને નવી વહુ પરણાવે છે. એમ કરતાં કરતાં આ છ વાર તો થયું. હવે પાછા કાલે જ બાપા કહેશે કે 'ચાલ દીકરા ! ગામતરે.' ને રસ્તે જતાં બોલશે કે 'દીકરા ! વાટ·કાપ.’ સાતમી વહુ પામી ગઈ કે આ તો આ વરનો જ વાંક છે. પછી વહુએ કહ્યું કે હવે જ્યારે બાપા 'વાટ કાપ’ એમ કહે ત્યારે તમારે વાર્તા કહેવી. વહુએ એને એક વાર્તા પણ શીખવી.