પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૦૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૮૫
 

વાર્તાનો વિશિષ્ટ ઉપયોગ ન બોલતી; ઉત્તરમાંથી દક્ષિણમાં ને દક્ષિણમાંથી ઉત્તરમાં વહેતી નદીને નોંધાવતી ન હતી, અથવા પશ્ચિમે સિન્ધુ આવી ને ઉત્તરે હિમાલય આવ્યો એમ પણ ગણાવતી ન હતી. એ તો પ્રવાસમાં પોતે જ અનુભવેલાં પોતાના નવાં નવાં અને અદ્ભુત વીતકોને ભારે ગંભીરતાથી લલકારી લલકારીને કહેતી. કોઈ વાર એકાદ લાહોરી ઠગારાએ લાહોરની ધર્મશાળામાં એને કેવી રીતે ઠગવાની કોશિશ કરી અને પછી કેવી રીતે પોતે પોતાની ચતુરાઈથી એના પંજામાંથી છટકી ગઈ એની, તો કોઈ વાર પંથે ભેગી થયેલી ને શરમ છોડીને સાધુને વેશે નીકળી પડેલી કોઈ મીરાંની, તો કોઈ વાર કાશીની બજારની ને દિલ્હીના કિલ્લાની વાતો કરતી, અને તેમાં કલ્પિત વાર્તાઓ કરતાં પણ વધારે રસ જમાવતી. અમારા પાડોશમાં કેસર ડોશીનો કુરણો રહેતો. એ માતા બહુચરાનો ભક્ત હતો. દેશપરદેશ તે ફરતો, દોરાધાગા કરતો અને બાર મહિને બે વર્ષ ચાલે તેટલું લઈને ઘેર આવતો. એ જ્યારે ઘેર આવતો ત્યારે અમે બધા એની આસપાસ એકઠા થતા. કુરણો કંઈ કંઈ નવી નવી ચીજો લાવતો. કાશીની પીતાંબરનું, નાશિકના લોટા અને અખબારોનું, ગંગાજીની લોટીઓનું ને એવી ઘણી ચીજોનું પ્રદર્શન અમે નિહાળી નિહાળીને જોતાં. એકે એક વસ્તુ સાથે અદ્ભુત વાર્તાઓને ટકોર મારે એવી એના અનુભવની વાતો હતી. નાશિકના ભૂતની વાત તો હજી એવી ને એવી મારા કાનમાં સંભળાય છે, અને ત્રીશ વર્ષે પણ એ વાર્તાના 'હુંબક હુંબા' ‘હુંબક હુંબા’ શબ્દો એવા જ તાજા છે. અમે ભૂગોળમાં ઘણું ભણ્યા ને ઘણું ભૂલ્યા તે જોતાં આ કુરણાની વાતોમાંથી તો જેટલું ભણ્યા તેટલું બધું યાદ રાખ્યું, એ જ આવી વાતનો મહિમા સિદ્ધ કરે છે. આ વાર્તાઓ પરીઓ કે રાક્ષસોની ન હતી. આ તો માણસના ૧૮૫