પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૦૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૮૬
 

(1) વાર્તાનું શાસ્ત્ર-૨ જીવતા જાગતા અનુભવની વાતો હતી. પરંતુ જે વાત અદ્ભુત છે તે પછી ખરી હોય તોપણ એક પરીની વાત જેવી જ મોહક છે, સુંદર છે ને આકર્ષક પણ છે. અને ૧૮૬ આખું મહાભારત અમે માણભટને મુખેથી સાંભળેલું. શો એનો રસ ! રાતના બાર ઉપર એક વાગ્યા સુધી માણભટની માણના રણકારા વાગે ને અમે બધા ફાટી આંખે ને ઉઘાડે કાને મહાભારતમય બની જઈને. અમને ખબર ન પડે એમ ને ફરતા સમાજશિક્ષક માણભટે અમને આખું મહાભારત વાર્તાકથન- પદ્ધતિથી એવું શિખવાડયું છે કે એમાંની વાતો આજે વધારેમાં વધારે યાદ યાદ છે એટલું જ નહિ પણ એવી ને એવી તાજી છે ને એવીને એવી એની છાપ છે ! અમને શૂરાતનનો વિચાર આવે છે ત્યારે અમે મારો મારો એમ સંભળાય; ધરતી લાગતી ધ્રૂજવા ને ઊથલપાથલ થાય !' એમ બોલવા લાગી જઈએ છીએ. આ વખતે માણભટનું રુદ્રરૂપધારી મોં, એનાં ક્રોધયુક્ત ભવાં ને ફાટતી આંખોની સાથે કપાળની કરચળીઓ નજરે તરે છે. આજે પણ આટલું જાણ્યા પછી લાગે છે કે માણભટ વાર્તાકથનનું શાસ્ત્ર વધારે જાણતો; એની વાર્તા મારી વાર્તા કરતાં વધારે સફળ થતી. ચોરામાં કાઠીગરાસિયાનાં પરાક્રમની વાતો ઈતિહાસની જ વાતો હતી. સાચીખોટી રાસમાળા એવી જ વાર્તાઓને આભારી છે, અને હજુ પણ પુરાતત્ત્વકોને માટે આ ક્ષેત્ર એટલું જ વિશાળ છે. બારોટો ગરાસિયાઓને તેમના પૂર્વજોનાં પરાક્રમો અને વંશાવળી શૂરાતનની વાતો સંભળાવીને જાણે કે શીખવતા. આમ જ ઈતિહાસ કર્ણોપકર્ણ ચાલતી કથાથી પેઢી દર પેઢી ઊતરતો, ને લોકો શિક્ષિત રહેતા. આજે પ્રેમાનંદનું ઓખાહરણ વિદ્યાર્થીઓને ગોખવું પડે છે. ઘેલા શુકલ ચૈત્ર માસ