પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૦૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૮૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૮૭
 

વાર્તાનો વિશિષ્ટ ઉપયોગ આવે એટલે પોતાના ઘરના કરા પાસે પોથી લઈને બેસતા અને અમારી શેરીનાં માણસો ઓખાહરણ સાંભળવા એની આસપાસ એકઠાં થતાં. વ્યવસ્થા એની મેળે જ જળવાતી. ઓખાહરણ એ એવું તો સરસ ગાય ને એની વાર્તા એવી તો સરસ કરે કે અમે ઊંઘ ખોઈને, નિશાળના પાઠ પણ પડતા મૂકીને અમે ઘણી વાર તો છાનામાના ઘરમાંથી માબાપને ખબર ન પડે તેમ નીકળી જઈને કથા સાંભળવા બેસતા. અમારામાંના તોફાનીમાં તોફાની છોકરા પણ શુકલ ગાય ત્યારે ચૂપાચૂપ. ઘેલા શુકલ કથા સંભળાવતા હતા એટલું જ ન હતું, પણ પ્રેમાનંદે કથામાં મૂકેલા રસ ચખાડતા હતા. એ રસાસ્વાદની સ્મૃતિ આજે આટલું લખવાને પ્રેરી રહી છે. ભાગવતની કથા (સપ્તાહ) એ પણ લોકવાર્તાઓનો મોટો સમૂહ છે. આખું ભાગવત વાર્તાકથન- પદ્ધતિથી અનેકને આજે યાદ છે. સાત સાત દિવસ સુધી લોકો અવિશ્રાંતપણે ભાગવત સાંભળે છે એમાં ધર્મભાવના કરતાં યે વાર્તારસનું પ્રાબલ્ય અધિક છે. શ્રાવણ માસમાં ચાલતી આપણી પૌરાણિક કથાઓનાં શ્રવણો આજની નિશાળોના લોકવાર્તાના વર્ગો સાથે સરખાવી શકાય. ધર્મને લગતી બાબતો પણ લોકોને વાર્તા દ્વારા આપવાની આ યોજનામાં પ્રજાના શિક્ષકોની સમાજમાનસ જાણવાની શક્તિનું દર્શન થાય છે. ચાતુરી શીખવવા માટે તો પંચતંત્રની વાર્તાઓ ખાસ યોજવી પડી હતી. આમ જ અનેક વિષયો શીખવવા માટે અને સમાજની રુચિ કે અરુચિ કેળવવા માટે વાર્તાઓ શિક્ષકનું કામ કરતી. આજે પણ આપણે વાર્તાઓ દ્વારા ઘણા વિષયો શીખવી શકીએ અથવા ઘણા વિષયોના જ્ઞાનનો માર્ગ ઉઘાડો કરી આપી શકીએ. વાર્તાઓનો ભંડાર તપાસીએ તો એમાં કંઈ કંઈ જાતની ૧૮૭