પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૦૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૯૦
 

વાર્તાનું શાસ્ત્ર-૨ એકાદ ફાટી ગયેલ કે તૂટી ગયેલ પુસ્તકના પુનર્જીવનની કથા ઓછાં પ્રેરક નથી. કેવી રીતે જેલામાં બેઠાં બેઠાં કે વહાણમાં સહેલ કરતાં કરતાં લેખકોએ પુસ્તકો લખ્યાં એની વાતો જેવીતેવી પરીઓની વાર્તા નથી. અમુક પુસ્તકો આજે જે લાખોની સંખ્યામાં વેચાય છે તે જ્યારે ગ્રંથકર્તાને છપાવવાં હતાં ત્યારે ગ્રંથકર્તા ભૂખે મરતો હતો અને ઘરના ભાડાને માટે રાંધવાનાં વાસણો ભાડે મૂકવાં પડયાં હતાં; અમુક ચોપડી સરકારે વારંવાર જપ્ત કરેલી છે છતાં તે પાછી પ્રગટ થયા કરે છે; અમુક ચોપડીઓ રાજસત્તાએ કે ધર્મસત્તાએ કેવી રીતે બાળી નાખી; અમુક ચોપડીઓ એક વાર લખાયા પછી ખોવાઈ કે બળી ગઈ કે ઉંદર ખાઈ ગયા તે પછી ફરી કેવી રીતે લખાઈ કે અધૂરી રહી; અમુક ચોપડીઓ અમુક જણે લખી પરંતુ અમુક જણે યુક્તિથી પોતાને નામે છપાવી મારી; આ અને આવી એકેએક વાર્તા સુંદર સાહિત્ય રુચિ કેળવનારી અને માહિતી આપનારી છે. સાહિત્યના અભ્યાસીને છાપકળાના ઈતિહાસની વાર્તા ઓછી રસિક નહિ લાગે. ઋષિમુનિઓ કેવા પદાર્થો પર પોતાનાં પુસ્તકો લખતા તેની ઘણા જૂના સમયની, ધૂળનાં પડ ચડેલી વાતો કાંઈ ઓછી રસમય નહિ થાય. પત્થરનાં પૃષ્ઠની ચોપડી એ એક વાર્તા બને, ઝાડની છાંલનાં પાનાંની ચોપડી એ બીજી વાર્તા બને, ને કાગળનાં પાનાંની ચોપડી એ વળી ત્રીજી વાર્તા બને. અત્યારની દુનિયામાં જૂનામાં જૂની કઈ ચોપડી ને છેલ્લામાં છેલ્લી કઈ ચોપડી એ પણ એકાદ વાર્તાનો વિષય છે. એકાદ પાટણના ભંડારની કે એકાદ બળી ગયેલ પુસ્તકભંડારની વાત વિદ્યાર્થીઓ જરૂર એકાગ્ર થઈને સાંભળે જ. આવાં સાધનોની વાર્તાઓ સાહિત્યના વિદ્યાર્થીને માટે ખરેખરી વાર્તાઓ જ છે, અને તે વાર્તાઓ હોવાથી તેને અમૂલ્ય જ્ઞાન આપી શકે છે. ૧૯૦