પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૦૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૯૧
 

વાર્તાનો વિશિષ્ટ ઉપયોગ આપણે જેમ સાહિત્ય વિષે કહી શકીએ તેમ સંગીત કે ચિત્રકલા વિષે પણ કહી શકીએ. સંગીતવિષય પ્રત્યે પણ વાર્તાઓથી રુચિ કરાવી શકાય. વાર્તાઓથી આખા વિષયો શીખવી શકાય જ નહિ, અથવા તેવો દાવો વાર્તાશાસ્ત્રનો છે પણ નહિ. સાહિત્ય, સંગીત, કલા અને જ્ઞાનમાત્ર દરેક માણસના પોતાના હૃદયમાં પ્રગટે છે એ ખરું પણ આસપાસની પરિસ્થિતિ માટે વાર્તાને કાંઈ ઓછું અગત્યનું સ્થાન નથી. કુદરતી બક્ષિસ એ મૂળ વસ્તુ છે; પણ જેનામાં મૂળ વસ્તુ ન્યૂનાધિક છે તેના ઉપર પરિસ્થિતિની અસર સુલભ છે. આથી જ વાર્તા દ્વારા શિક્ષણ આપવાની વિચારણા સંભવિત છે. ૧૯૧ સંગીતનો પ્રેમ સંગીતના શ્રવણથી ઉદ્ભવે છે. પણ સંગીત સંબંધેની વાતોથી સંગીતપ્રેમની અંકુરિતતા તો સંભાવ્ય છે જ. રાગરાગિણીઓની ઉત્પત્તિની વાતો એક નવું જ અને નિરાળું વાર્તાનું ક્ષેત્ર છે. ગવૈયાની ગાંડાઈ કે ઉપાસનાની વાતો તો અદ્ભુત વાતને પણ ટપી જાય. રમાના બાપની કે એકાદ ખાંસાહેબની સંગીત પાછળની ઘેલછાની એકાદ વાત સંગીતમાં પણ કંઈક છે એમ સમજાવવા માટે તો ગોળીના માર જેવી થઈ પડે છે. જેમ ઈશ્કની વાતો જુવાન માણસો સાંભળતાં ધરાતા નથી તેમ જેનામાં સંગીતનો છાંટો સરખો ય છે તે આવી ઉસ્તાદોની ઘેલછાની વાતો સાંભળતાં ધરાતા જ નથી. સંગીત પાછળ કેમ ખુવાર થવાયું છે, પ્રભુ પેઠે સંગીતની કેમ પૂજા થઈ છે, તેનાં બ્યાનો ઓછા મનોહર નથી. ઉસ્તાદોના ઉલ્લુપણાની વાતો રમૂજ છે ને બોધક પણ છે. સંગીતના ચમત્કારોની વાતો તો ડોલાવે એવી ને કલ્પિત વાતોને ટકોર મારે તેવી છે. દીપક રાગ ગાતાં