પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૯૨
 

વાર્તાનું શાસ્ત્ર-૨ બળી જવાની કે દાહ થવાની અને મલ્હાર રાગ ગાતાં વરસાદ આવવાથી દાહની શાંતિ થવાની વાતોની અદ્ભુતતાની શી વાત કરવી ! ગવૈયાની સ્પર્ધાની વાતો, રાજદરબારમાં ગવૈયાના માનપાનની વાતો, સંગીત કેવી મુશ્કેલીથી શિખાતું તેની વાતો, સંગીતના ઉસ્તાદોની-સંગીતગુરુઓની વાતો, એ બધી વાતો સંગીતનો રસ ઉત્પન્ન કરનારી વાતો છે. એ બધી વાતો સંગીતના શિક્ષણને ઉપકારક છે. વળી આપણે બીનનો ઈતિહાસ કહીને, હારમોનિયમના દેશના સંગીતના ખબરો આપીને કે જલતરંગ કેમ ગોઠવાય છે તેની માહિતી દઈને પણ સંગીતનો શોખ કેળવી શકીએ. આ બધું વાર્તારૂપે કહેવામાં ખરી મજા અને લાભ છે. દરેક માણસ સંગીતમાં કુશળ ન થઈ શકે, પણ દરેક માણસને સંગીતની કદર કરતો તો બનાવી શકાય. આવી જાતના શાળાના વાતાવરણમાંથી કંઈ નહિ તો સંગીતની કદર બૂજવાની શક્તિ તો માણસમાં આવે જ. ૧૯૨ ઈતિહાસ પોતે વાર્તા જ છે. વાર્તારૂપે ઈતિહાસ શીખવવો જોઈએ એમ કહેવામાં કંઈ નવીન કહેવાનું જ નથી. છતાં આજે જ્યારે પુસ્તકો વધી પડયા છે, ને ઈતિહાસનાં પાઠયપુસ્તકો હાથમાં લઈને શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઈતિહાસ ગોખાવી ને ગોખી રહ્યા છે, ત્યારે તો આપણે ઈતિહાસ શીખવવાની પુરાતન રીતિને સંભારવી પડે છે. છાપખાનાના દિવસો ન હતા ત્યારે ઈતિહાસ તો વાર્તાઓમાં જ રહેતો અને વાર્તાઓ મારફતે એક માણસ પાસેથી બીજા માણસ પાસે જતો. આજે પણ ગામડાના અશિક્ષિત લોકો ચોરે બેઠાં બેઠાં કે વાસુ ગયા હોય ત્યારે ખેતરને શેઢે સૂતાં સૂતાં જુનાપુરાણા ઈતિહાસને વાર્તા દ્વારા તાજો રાખે જાય છે. વાર્તા દ્વારા મળેલો ઈતિહાસ પુસ્તકોથી ભણેલા ઈતિહાસથી