પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૧

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
વાર્તાકથનનો ઉદ્દેશ
 


જ્ ત્યારે માણસને વાર્તા, નવલકથા, નાટક સિનેમા, અને છેવટે દારૂની કશી જરૂર નિહ પડે. પણ ત્યાં સુધી વાર્તા હિતાવહ છે અને તેનો પ્રથમ ઉદ્દેશ આનંદ છે. જીવનનું સ્વાભાવિક લક્ષણ આનંદ છે. જીવાત્મા આનંદમય વસ્તુ છે. આનંદની ભૂખ, વાંચ્છા એ જીવન જેટલી જ સ્વાભાવિક છે. આ આનંદ આપણે જેટલાં નિર્દોષ સાધનોથી માણસજાતને આપી શકીએ તેટલો માણસજાત ઉપર ઉપકાર જ છે. ૩ આપણો અનુભવ પણ આવો જ છે. રડતું બાળક વાર્તાશ્રવણમાં પોતાનું રુદન વીસરી જાય છે. દરદી મનુષ્ય વાર્તાશ્રવણ કે વાચનમાં દર્દની પીડા ભૂલી જાય છે. દારેલો મનુષ્ય- નિરાશ મનુષ્ય વાત વાચન-મનનથી ફરી વાર હોશિયાર બની જાય છે. તંદુરસ્ત કે આશાથી ઊછળતો મનુષ્ય વાર્તા દ્વારા પોતાનું આખું ય જીવન ઘડે છે. યુવાન મનુષ્ય વાર્તામાંથી પોતાની પ્રેમપ્રતિમા અને પ્રેમમીમાંસા નિર્મિત કરે છે. આબાલવૃદ્ધ સૌ વાર્તાને શરણે જઈ કાં તો દુઃખ ભૂલે છે અથવા નવું ચેતન પ્રાપ્ત કરે છે. એવો એક પણ દેશ નહિ હોય કે જ્યાં વાર્તાનું સાહિત્ય નહિ હોય, અને જ્યાં આનંદ લૂંટવા માટે વાર્તાઓ ન કહેવાતી હોય. કે ન વંચાતી હોય દરેક સાંજે વાળુ કર્યા પછી બાળકોનું ટોળું ઘરના વૃદ્ધ જન પાસે વાર્તા સાંભળવા એકઠું થવાની રીત પૃથ્વી ઉપરના સુધરેલા તેમ જ જંગલી કહેવાતા લોકોમાં સરખી જ છે. પરદેશમાં ભટકતો મુસાફર સાંજ પડતાં એકાદ ધર્મશાળામાં રોકાઈ જાય છે ને દેશ દેશનાં અનેક બીજા મુસાફરો સાથે બેસીને નવી નવી વાર્તાઓ ચલાવે છે ને આખા દિવસનો થાક ઉતારે છે. લડાઈના ઘાને બહાદુરીથી સહન ક૨ના૨ સિપાઈ દવાની શીશી કરતાં વાર્તા કહેનાર નર્સની કિંમત