પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૧૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૧૯૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૧૯૯
 

વાર્તાનો વિશિષ્ટ ઉપયોગ પોતાના મગજમાં ભરાવા દેવાની જરૂર નથી કે હરેક વિષય વાર્તા દ્વારા શીખવો જ જોઈએ. વિષયો અનેક રીતે શીખવી શકાય છે. ભિન્ન ભિન્ન પ્રકારનાં ટાંકણાં જેમ એક પ્રકારનો ઘાટ ઘડવા માટે જુદે જુદે વખતે કામ લાગે તેમ જ જાત જાતની પદ્ધતિઓ પણ શિક્ષણમાં વખતે વખતે કામ લાગે છે. કયારે 'વાર્તાકથન શિક્ષણપદ્ધતિ' વાપરવી અને કયારે ન વાપરવી એ વિવેકી શિક્ષકના હાથમાં રહે છે. એટલું જ શિક્ષકે સમજવું બસ છે કે વાર્તા એ એક પ્રબળ સાધન છે કે જેને શિક્ષક, શિક્ષણના કાર્યમાં સફળતાથી વાપરી શકે છે. આવી જાતની વાર્તા કહેવાની ઈચ્છા રાખવાવાળા શિક્ષકને શીખવવાના વિષયોનું સારું જ્ઞાન હોવું જ જોઈએ. વાર્તા વણવાનું ચાતુર્ય ત્યારે જ ફલપ્રદ થાય છે કે જ્યારે વાર્તામાં ગૂંથેલું વસ્તુ સાચેસાચું છતાં વાર્તાના વેશમાં હોય છે. જો એમ ન બને તો વાર્તા એક કલ્પિત વાર્તા બની જાય અને તેનાથી ન વિષયશિક્ષણનો પ્રશ્ન ઊકેલ જ નહિ. બેશક વાર્તાના બીજા લાભો તો વિદ્યાર્થીને હાંસલ થાય જ છે. ૧૯૯