પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૧૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૦૦
 

પ્રકરણ આઠમું વાર્તા અને નાટયપ્રયોગ છેક નાનાં બાળકોમાં અનુકરણ કરવાની શક્તિ પ્રબળ હોય છે. અનુકરણ કરવું એ સ્વાભાવિક વૃત્તિ છે અને એ જ આ શક્તિનું એક કારણ પણ છે. માને લૂગડાં ધોતી જોઈ બાળક ધોવા ચાહે છે; માને રોટલી વણતી જોઈ બાળક રોટલી વણવા માગે છે; માને ઘર વાળતી જોઈ બાળક વાળવા દોડે છે. આપણે ચાલીએ છીએ, બોલીએ છીએ કે જે કંઈ કામ કરીએ છીએ તે બધું બાળક બારીક નજરે જુએ છે ને તે પ્રમાણે પોતે કરવા લાગે છે. બાલ્યાવસ્થામાં જે અનેકવિધ જ્ઞાન અને શક્તિ બાળક પ્રાપ્ત કરે છે તેને પ્રાપ્ત કરવાનાં ઘણાં સાધનોમાનું એક સાધન બાળકની આ અનુકરણ કરવાની વૃત્તિ છે. આ શક્તિ એક સાધન માત્ર છે. સાધન તરીકે જ્યાં સુધી અનુકરણશક્તિ વાપરવામાં આવે છે ત્યાં સુધી બાળકના વિકાસને અવકાશ રહે છે; પણ જ્યારથી એ શક્તિ સાધન મટી સાધ્ય બની જાય છે ત્યારથી બાળકનો વિકાસ અટકે છે. માણસ જિંદગી સુધી બીજાનું અનુકરણ કર્યા કરે અને પોતાના આંતર હૃદયને અનુસરીને કામ કરી શકે