પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૨૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૦૮
 

વાર્તાનું શાસ્ત્ર-૨ નિશાળમાં વાંચવાનો ઢોંગ કરીને નાટકનાં ગાયનો ગોખતા; ઘેર પણ ગાયનોનું જ લેસન કરતા. એકવાર તો અમે અમારા માસ્તરને પણ અમારું નાટક જોવા બોલાવેલા. ૨૦૮ અમે રામાયણનું નાટક પણ કરતા. ખાસ કરીને ઋષિઓના યજ્ઞો બનાવતા. તે યજ્ઞો શેરીની ધૂળથી કરતા ને પછી તેમાં ધૂળનો જ હોમ કરતા. તોફાની છોકરાઓને રાક્ષસ બનાવતા. તેઓ યજ્ઞો તોડી નાખતા, ગંદા કરી જતા ને બગાડી નાખતા. આ નાટક અપૂર્વ ઉત્સાહથી અને અસાધારણ તલ્લીનતાથી ચાલતું. અત્યારે હવે અમને લાગે છે કે અમને આ ધૂળની રમતથી રમતા જોનારાં મોટેરાંઓને અમે ગાંડા જેવા લાગ્યા હઈશું. ઈતિહાસે પણ અમારી નાટયવૃત્તિને સ્પર્શ કરેલો. ઐતિહાસિક પાત્રોનો વેશ ન લેતા પણ તેનો અધિકાર ધારણ કરતા. બે મંડળીઓ થતી અને પછી સામસામે લડતી. લડાઈ સાચેસાચી કરતા; મારામારી થતી ને લોહી પણ નીકળતું. પછી તહનામાં, કોલકરારો ને સંધિઓ થતી. ખંડણી ભરવાની ગોઠવણ પણ કરવામાં આવતી. હારેલી મંડળી એકાદ કાગળનો કટકો કે એકાદ બુતાન આપે તો તેની ખંડણી થઈ કહેવાય. ઈતિહાસની લડાઈમાં અમે મહાભારતની લડાઈની નીતિ આચરતા. યુદ્ધનો વખત નક્કી કરતા ને યુદ્ધ થઈ રહ્યા પછી ભેગા હળતામળતા. દાવપેચ રાખતા નહિ પણ બાહુબળ ઉપર આધાર રાખતા. આ અમારી નાટયવૃત્તિનાં દષ્ટાંતો. દરેક બાળકમાં આ વૃત્તિ એકવાર આવી જઈને તેને કોઈ ને કોઈ જાતનો વિકાસ આપી જાય છે. આ જન્મ નટને તે મોટો નાટકી બનાવે છે ને બીજાઓને નાટયપ્રયોગમાં રસ લેતા કરે છે; કેટલાકને વળી દુનિયાનું નાટક સમજવાની દૃષ્ટિ આપે છે. આવી વૃત્તિને વિકાસ આપવાનું કામ શાળાઓએ ઉપાડી લેવાનું છે.