પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૨૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૦૭
 

વાર્તા અને નાટ્યપ્રયોગ નાટકનાં ગાયનોની ચોપડી ને તે ગોખી નાખી. પછી તો નાટક ચાલ્યું. શેરીની વચ્ચે ખુલ્લા આકાશની ચાંદની નીચે અને આસપાસ આવેલાં મકાનોના પડદા વચ્ચે અમે વેશ ભજવવા લાગ્યા. હલામણ વિદેશવાટે ઊપડયો ને તેણે ગાયું :- - વિદેશવાટ જાઉ છું આ વાર, ઘુમલી ! પ્રિયાવિયોગ તાપસે આ વાર, ઘુમલી ! હલામણ જંગલમાં ચાલ્યો. જંગલ માટે અમે પીપર અને લીમડાનાં ડાંળખાં રસ્તાનાં ઝાડ ઉપરથી કાપીને અમારી રંગભૂમિ ઉપર ખોડી રાખ્યાં હતાં. ૨૦૭ પણ અમારો નાટક કરવાનો શોખ તો વધવા લાગ્યો. ધીરે ધીરે એમાં વીશ વીશ વરસના મોટા છોકરાઓ ભળ્યા. તેઓ થયા અમારા મેનેજર, પ્રોપ્રાયેટર અને વ્યવસ્થાપક. પછી અમે શેરીની વગર રજાએ 'સંગીત લીલાવતી'નો ખેલ મૂકયો. શેરી આખી જોવા આવી. વાંસડા અને પડદાનું થિયેટર પણ બનાવેલું. અમે જાતજાતના રંગોથી મોઢાં રંગેલાં ને મૂછો પણ બનાવેલી. પચાસ વરસના એક આદમીને અમારી પ્રવૃત્તિ ન ગમી. તેનો દીકરો રાજાનો નોકર થયો હતો. હું પ્રધાન હતો અને એક બીજો રાજા હતો. રાજાએ કહ્યું : 'નોકર બોલાવો.' મેં બૂમ પાડી : 'કોણ નોકર ? હાજર છે કે ? એટલે પેલો છોકરો આવ્યો ને ત્રણ વાર સલામ ભરી ઊભો રહ્યો ને બોલ્યો : 'જી જનાબ ! હુકમ ફરમાવો.' પોતાના છોકરાને સિપાઈ બનેલો જોઈ પેલાને ચીડ ચડી ને તેણે અમને ગાળો દીધી ને અમારો મંડપ તોડી નાખ્યો. અમે એવા ને એવા વેશે ને એવી ને એવી શાહીથી બનાવેલી મૂછો સહિત ઘરભેગા થઈ ગયા ! પછીથી અમે ઘણા દિવસ છાનામાના નાટક કર્યું. નાટકના દિવસોમાં અમને કંઈ બીજું સૂઝે જ નહિ.