પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૨૪

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૦૬
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૦૬
 

વાર્તાનું શાસ્ત્ર-૨ ભજવવા લાગે છે તો કોઈ બાળક વાર્તાના પાત્રનું સંગીત ગાય છે; કોઈ બાળકવાર્તાની ગ્રામ્યતામાં રસ લઈ ગ્રામ્યાચરણ કરે છે તો કોઈ બાળક વાર્તાની મહત્તા પ્રગટ કરનારાં પાત્રોની મહત્તા પોતાનામાં દમામથી દેખાડે છે. બાળકને એમ થયા કરે છે કે પેલું પાત્ર જાણે આમ બોલ્યું હશે ને પેલું પાત્ર જાણે આમ ચાલ્યું હશે, અને તેથી જાણેઅજાણે બાળક વાર્તાનું નાટક ભજવે છે. નાટક ઉપરથી નાટક ભજવવાનું તુરત સૂઝે છે, પણ વાર્તા ઉ૫૨થી નાટક ભજવવાનું એકદમ સૂઝતું નથી. એનો અર્થ એ છે કે વાર્તાના કથનથી પોતાનામાં અવિર્ભાવ પામતી નાટયવૃત્તિને કેમ ગતિ આપવી તેની બાળકને સુવ્યવસ્થિત અને ચોક્કસ ખબર પડતી નથી. નાટક ઉપરથી નાટક કરવામાં પણ વાર્તાને ભજવવાનું જ આવે છે; પ્રત્યેક નાટકનું વસ્તુ પણ સાધારણ રીતે એકાદ વાર્તા જ છે. ૨૦૬ બાળકમાં રહેલી આ સહજ નાટયવૃત્તિને સંતોષ આપવાનું બને તો બાળકને એ વૃત્તિ શાળાની બહાર ગમે તેવી પરિસ્થિતિમાં અને કલ્પિત સાધનોથી તૃપ્ત કરવાની જરૂર ન પડે. એમને અને અમારી આ વૃત્તિને શાળામાં પોષણ મળ્યું હોત તો આજે અમે જેટલું દુનિયાનું નાટક સમજી શકીએ છીએ તેનાથી કદાચ વધારે સારી રીતે સમજી શકત. બાળપણમાં બાળકોથી નાટક થઈ શકે એવું તો અમને કોઈએ બતાવેલું નહિ; પણ એકવાર અમે એકાદ ગામડામાં 'સંગીત લીલાવતી' અને 'હલામણ જેઠવો'ના ખેલો જોયા. અમારામાં રહેલ નાટયવૃત્તિમાં એક ચિનગારી પડી. ઘેર આવીને અમે નાટક કરવા મંડયા. કોઈ થયો હલામણ તો કોઈ થયો તો કોઈ થયો સોનરાણી. એક આણી હલામણ જેઠવાનાં સયાજી,