પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૧૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૧૫
 

વાર્તાનું કથન અને નીતિશિક્ષણ ને કંઈ નીતિનો સાર સાંભળનાર પાસે ધરવાની વૃત્તિ વાર્તા કહેનારમાં નથી હોતી એમ નથી. ઘણા માણસો તો એવા છે કે જેઓ સીધી રીતે જે વાર્તાઓ નીતિને બોધતી નથી હોતી તેનો અનાદર કરે છે, ને કેટલાએક એકમાર્ગી નીતિધેલા માણસો એવા છે કે જેઓ ખરી બિનાની બનેલી વાર્તાઓને જ વાર્તા તરીકે પસંદ કરે છે અને બીજીને જતી કરે છે. આનું કારણ એ આપવામાં આવે છે કે જે વાર્તા જોડી કાઢેલી છે અથવા બનાવટી કે ખોટી છે, તે વાર્તા જ મુદ્દે ખોટી હોવાથી અસત્યનો ઉપદેશ કરનારી છે, અને એવી અસત્ય વાર્તાનો આશ્રય લઈ નીતિનો બોધ આપવાનું કામ અનીતિનો ફેલાવ કરવા સમાન છે. આવી જાતનું માનસ એ પણ નીિ વિચારોથી બગડી ગયેલી મગજની નિશાની એમ થોડાએક વિચાર કરવાથી માલૂમ પડે છે. શિક્ષક જ્યારે સમયપત્રકના પાટિયા સામે જોઈને ગંભીરપણે વાર્તા કહેવા બેસે છે ત્યારે વાર્તાનો સાર એટલે વાર્તાનું નીતિરહસ્ય તેના મોં ઉપર આવીને બેસે છે. વાર્તા ગમે તેમ કહે, વિદ્યાર્થીઓને તે સાંભળવામાં રસ આવે કે નહિ, પણ અંતે એનો સાર તો ઊભો જ છે ! સાર કહેવાય તે એક ભૂલ, અને પછી નીતિના સિદ્ધાંતોની સાદા સ્વરૂપથી માંડીને કઠીન સ્વરૂપ સુધીની મીમાંસા ચલાવાય એ બીજી ભૂલ. ૨૧૫ ગૂલ્ડ અને એના જેવા બીજાઓ વાર્તામાં નીતિમીમાંસા ભરવાના પૂરેપૂરા શોખીન છે. જ્યારે દરેક વાર્તાની પાછળ નીતિ ને નીતિ જ આવીને ઊભી રહે છે ત્યારે વાર્તાનું આખું સ્વરૂપ વિકૃત બની જાય છે. વાર્તાનો આત્મા નાસી જાય છે અને ધીમે ધીમે વાર્તા સાંભળનારની મરજી ઓછી થતી જાય છે. વાર્તા ગોળી ઉપર સાકર લગાડેલી કડવી દવા જેવી નથી; એ પોતે જ