વાર્તાનું કથન અને નીતિશિક્ષણ
વાર્તા દ્વારા બીજા વિષયોનું શિક્ષણ આપવાની હિમાયત
ઘણા થોડા જ કરે છે અને થોડાએ જ કરી છે. પણ વાર્તા દ્વારા
નીતિનો વિષય શીખવવાની હિમાયત તો લગભગ બધા માણસોએ
કરી છે એમ કહીએ તો ખોટું નથી કે નીતિ શીખવવાનું અને તે
પણ ઉપદેશ કરીને, એ લોકોને વળગેલું એક પ્રકારનું ભૂત છે
અથવા લોકોના મનની એક જાતની ગાંડાઈ છે. કથાવાર્તાનો
ઉદ્દેશ લોકોને નીતિમાન બનાવવાનો છે. ઈસપનીતિ અને
પંચતંત્રનો ઉદ્દેશ વિદ્યાર્થીઓને ડાહ્યાડમરા એટલે કે નીતિમાન
બનાવવાનો છે. ધર્મનીતિની વાર્તાની ચોપડીઓ આ ઉદ્દેશ પાર
પાડવા બહાર નીકળી પડેલી છે. ‘નીતિશિક્ષણ’નો ઉદ્દેશ આ
ઉદ્દેશથી જુદો નથી જ. જ્યારે જ્યારે માણસ વાર્તા કહેવા બેસે છે
ત્યારે ત્યારે તેની સામેથી નીતિનું ધોરણ જવલ્લે જ ખસે છે. વાર્તા
આનંદને માટે થતી હોય, માંદાને આરામ આપવા માટે થતી
હોય, પૂર્વજોનાં સંસ્મરણો કરવા થતી હોય કે કોઈ જાત કે નાત
કે વ્યક્તિની ટીકારૂપે કે સ્તુતિરૂપે થતી હોય, પણ વાર્તામાંથી કંઈ