પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૨૧
 

વાર્તાનું કથન અને નીતિશિક્ષણ ૨૨૧ બાળકને ઘણું નુકસાન થાય છે. તે પોતાનું વ્યક્તિત્વ ખુએ છે, ગુલામી સ્વીકારે છે અને સ્વતંત્ર વિચારને બદલે પરતંત્ર વિચારશ્રેણીને અનુસરે છે. બાળક નીતિવાન બનતું નથી પણ નીતિના વિષયને લગતી વાર્તાની હકીકતોથી લાદેલું-તેને ભારે મરતું એકાદ દીન પ્રાણી બને છે. કોઈ પણ વિષયની હકીકતો જાણવી અને તે વિષયનું રહસ્ય જાણવું, એ બે જુદી બાબતો છે. કેટલાએક વિષયની હકીકતમાત્ર જાણવાથી માણસોનો વ્યવહાર ચાલી શકે; પણ કેટલાએક વિષયનું રહસ્ય જાણ્યા વિના હકીકતો છેક ભારરૂપ ને નિરર્થક થાય. નીતિની હકીકતો સંબંધે આવું જ કંઈક છે. હકીકતોથી માણસ નીતિમાન થઈ શકે જ નહિ. હકીકતોના જ્ઞાનથી માણસમાં નીતિ સંબંધે રુચિ થવાનો અલ્પાંશે સંભવ ગણીએ તોપણ રહસ્યભેદ વિના એ રુચિ પણ અલ્પાયુષી બને છે. શિક્ષક શિક્ષણમાં, માતાપિતા જીવનમાં ને ગુરુ ધાર્મિક વ્યવહારમાં જ્યારથી હકીકત અને રહસ્યમાં તફાવત જોતાં હશે ત્યારથી તે પહેલવહેલું રહસ્ય આપશે ને પછી હકીકત આપશે. રહસ્ય સુવાસ સાથે સરખાવી શકાય. ગુલાબની હકીકતો વિના ને એના જ્ઞાન વિના એની સુવાસનો તો સંભવ છે. એમ જ નીતિની હકીકતોમાં સૂકાં છોડાં ખાધા વિના રહસ્યપાનનો સંભવ છે. ગુલાબમાંથી સુગંધ સહેજે નીકળી માણસની ઘ્રાણેંદ્રિયને સ્પર્શી તેને આહ્લાદ આપે છે. આ આહ્લાદને લીધે જ માણસ ગુલાબનું જ્ઞાન લેવા પ્રેરાય છે. નીતિની સુવાસનો જો બાળકને સ્પર્શ થાય તો પછી બાળક નીતિનો ગુલાબી રંગ અને તેની ગુલાબી પાંખડીઓનો પરિચય કરી જ લેવાનો છે. માણસને આત્માની ઓળખ થઈ જાય તો તેને શરીર શોધતાં વાર ન જ લાગે. મારા એક મિત્ર કહે છે : "નીતિધર્મ તો માણસના પરસેવામાંથી