પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૨૨
 

વાર્તાનું શાસ્ત્ર-૨ નીકળવો જોઈએ.” છતાં મોંમાંથી (ઉપદેશમાંથી) નીકળતા નીતિધર્મમાં એમની શ્રદ્ધા છે એ એક નવીનતા છે. પણ પ્રત્યેક માણસ માને છે કે પોતે નીતિશિક્ષણ યાને ધાર્મિક શિક્ષણ આપવાનો અધિકારી છે. માણસે બીજાનું ભલું કરવાનો અધિકાર વગર રજાએ ધારણ કરવાનો છે, પણ એ માટે સાધનના ઉપયોગ પરત્વે સાવધાનતા રાખવી પડે છે. આપણને અધિકાર છે એ વાત ભૂલથાપ ખવરાનારી છે. બીજાનું ચારિત્ર્ય ઘડવાનું કામ માથે લેવું એ જોખમ ભરેલું તો છે જ; પણ તેથી વધારે તો તે મૂર્ખાઈ ભરેલું છે. છતાં એ કામ એટલું બધું સહેલું મનાય છે એ જ આશ્ચર્ય છે ! માણસને સહેલામાં સહેલું કામ તે લાગે છે કે જે પોતાને કરવાનું નથી હોતું. આથી જ નીતિશિક્ષણના શ્રવણનું અને કથનનું કામ સસ્તું અને સહેલું છે. જે માણસ ઉપદેશ કરી શકે, જે માણસ વાર્તા કહી શકે તે નીતિશિક્ષણ આપી શકે એવો ખ્યાલ લોકોને અસ્વાભાવિક નથી લાગતો. આથી જ દરેક શિક્ષક નીતિશિક્ષણ આપવા યોગ્ય ગણાય છે. જેને વાર્તા કહેતાં તો શું પણ પૂરુંપાધરું બોલતાં પણ ન આવડતું હોય એવા પ્રાથમિક શાળાના શિક્ષકો જ્યારે વાર્તાઓ કહેવા જાય અને નીતિની વાતો કરવા જાય ત્યારે જે હસવું આવે છે તેના કરતાં ખેદ વધારે થાય છે. વાર્તામાં નીતિનું રહસ્ય ન હોય તોપણ ગમે ત્યાંથી નીતિનું રહસ્ય ખોળી કાઢવાનો વળગાડ લાગેલા કેટલાએક માણસો છે; આ માણસોનો મોટો ભાગ શિક્ષકોનો અને માબાપોનો છે. જો આટલા બધા નીતિશિક્ષણના પ્રયત્નોથી થોડીએક નીતિ બાળકોમાં ઊતરી હોત તો આજે ઘણી યે શાળાઓમાંથી નીનિશિક્ષણનો સમય કાઢી નાખવો પડયો હોત, અથવા આપણે નીતિ, નીતિ, એવી વાતોનો આજે પોકાર કરવો ન પડત. વાર્તા ૨૨૨