પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૪૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૩૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૩૦
 

huj) વાર્તાનું શાસ્ત્ર-૨ છે એ સાબિત કરવા માટે પુરાવાની જરૂર નથી. ગ્રામ્યતામાં ઊછરતા ગામડાના લોકો ને કેટલાએક કારીગરો તો એવા છે કે જેમના હોઠ ઉ૫૨થી અશ્લીલ શબ્દો ને ગ્રામ્ય વાણી સુકાતી નથી. તેવા બધા લોકો ખસૂસ હલકા છે ને નીતિથી પતિત છે એવું નથી. ખરી હકીકત તો એવી છે કે એમના ઉપર કેળવણીનો દંભી ઓપ ચડેલો નથી તેથી તેઓને ઢાંકપિછોડો કરવાનું હોતું નથી; ઊલટું, તેમના હૃદયમાં પોતે જે બોલે છે તેનો અર્થ અતિ પરિચયથી કશો રહેતો નથી. ટૂંકમાં એટલું તો કબૂલ જ રાખવું પડે છે કે ગામડિયા લોકો શિષ્ટ શહેરીઓ કરતાં વધારે નિર્દોષ છે. ૨૩૦ આટલા વિચારો પછી ગ્રામ્ય વાર્તાઓને હાથમાં લઈએ. અશ્લીલ વાર્તાઓને તો છોડી જ દઈએ. હવે લગભગ એવી વાર્તાઓ ખૂબ ઓછી થઈ ગઈ છે કારણકે માણસનો વિકાસ એટલો પ્રગતિશીલ થયો છે. પણ વાર્તાઓનો પ્રશ્ન રહે છે. ગ્રામ્ય વાર્તાઓથી કોઈ પણ રીતે ડરવાનું નથી. ગ્રામ્ય વાર્તાઓ સંબંધે આપણે વિવેકથી નિર્ણય કરી શકીએ. ગ્રામ્ય વાર્તાઓ જ્યાં જ્યાં નિર્દોષ હોય ત્યાં ત્યાં એને રાખવાનો પ્રયત્ન કરીએ; જ્યાં જ્યાં એ વાર્તાઓ દુષ્ટ હોય, અનીતિપ્રેરક હોય, ત્યાં ત્યાં તેનો સદંતર ત્યાગ કરીએ. નિર્દોષ ગ્રામ્ય વાર્તાને આપણે બે રીતે વાપરીએ. ગ્રામ વાર્તાને ઊંચે ચડાવીએ, તેને શિષ્ટ કરીએ, એ એનો એક પ્રકારનો વપરાશ. એ વાર્તાને આપણે વાપરીને જનસમાજની ગ્રામ્યતા આપણે પોષીએ નહિ, પણ ગ્રામ્યતાને નીકળી જવા દઈ . તેને બદલે શિષ્ટતાને આવવાનો અવકાશ આપીએ; દીવાલ બાંધી વૃત્તિઓને રોકીએ નહિ પણ વૃત્તિઓને નીકળી જવાને દરવાજા કરી આપીએ. ગ્રામ્ય વાર્તાઓ કહી સંભળાવવામાં આવા દરવાજાઓ કે બારીઓ રહેલી છે. ગ્રામ્ય વાર્તાઓનું ઝેર ઊતરી