પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૪૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૨૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૨૯
 

વાર્તાનું કથન અને નીતિશિક્ષણ જે કક્ષામાં ઊભો હોય છે ત્યાંથી તેને આગળ વધારવાની તેની મતિ નથી. આથી કેળવણીના દબાણથી માણસની સ્વાભાવિકતા ટળી જઈ તેનામાં અસ્વાભાવિકતા આવે છે; માણસની દૃષ્ટિમાં પ્રત્યેક વસ્તુની ઉપયોગિતા અને કિંમતમાં તફાવત પડી જાય છે. અશ્લીલતાની કક્ષાએ ઊભેલા માણસને પણ મનુષ્યત્વનો વેશ પહેરવો પડે છે અને પોતાના સ્વભાવ ઉપર લીંપણ કરવું પડે છે. આજે પ્રત્યેક શિષ્ટ કહેવાતા અને ગણાતા માણસો પાસે સત્ય કહેવરાવીએ તો તેણે કહેવું જ પડે કે આટલી બધી કેળવણી મળ્યા છતાં પોતામાંથી ગ્રામ્યતા તો શું પણ અશ્લીલતાયે નથી ગઈ. તેઓ બરાબર આત્મનિરીક્ષણ કરી શકે તો તેમને માલૂમ પડે કે તેઓ પોતાની ગ્રામ્યતા અને પામરતા ઢાંકીને બેઠા છે, છતાં તે તેમનામાંથી નાશ પામી નથી. જ્યારે દબાણથી નીચ વૃત્તિઓ ઉ૫૨ ઉચ્ચ વૃત્તિનો ઝભ્ભો પહેરવો પડે છે ત્યારે નીચ વૃત્તિઓ કોઈ ને કોઈ એકાન્ત સ્થળેથી કોઈ એકાદ કાણામાંથી નીકળી જવાનો પ્રયત્ન કરે છે. શિષ્ટ મનાતા અને કહેવાતા લોકોને એક જ પ્રશ્ન બસ છે કે તેઓ પોતાના ખાનગી જીવનમાં કેટલા ગ્રામ્ય, કેટલા અશિષ્ટ અને કેટલા અશ્લિલ છે ? જેમ જેમ સુધારવાનો દંભ વધે, જેમ જેમ ઉપરના દંભનું પડ જાડું થાય તેમ તેમ ગુપ્ત ગ્રામ્યતાનું બળ પ્રબળ બને છે - ગુપ્ત અશ્લીલતામાં વધારે રસ પડે છે. જે લોકોને દેખીતી ગ્રામ્યતા સ્વાભાવિક છે, તે લોકો વ્યવહારમાં કે જીવનમાં થોડા જ ગ્રામ્ય છે. જે લોકો પોતાના સ્વાભાવિક જીવનમાં લીલ નહિ તો ઘણા જ અસભ્ય લાગે છે તેઓ પોતાના નીતિના જીવનમાં ઘણા જ શુદ્ધ હોય છે. આફ્રિકાના જંગલી લોકોમાં ઓછામાં ઓછો વિકાર છે, પણ આપણા સુધરેલા અને કપડાંમાં પગથી માથા સુધી ઢંકાયેલા લોકો વિકારોથી ભરપૂર ૨૨૯