પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૫૮

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૦
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૪૦
 

વાર્તાનું શાસ્ત્ર-૨ તે ધિક્કારે છે. અનીતિનો પક્ષપાત કર્યાનું, દુષ્ટ માણસ ઉપર પ્રભુની કૃપા ઊતર્યાનું આપણે વાર્તામાં ભાગ્યે જ વાંચશું. વાર્તાઓનાં પાત્રો માટે વાર્તાનો પોતાનો જ પિનલકોડ અને સમાજસાસ્ત્ર કે નીતિશાસ્ત્ર તૈયાર જ હોય છે. વાર્તામાં આ નીતિશાસ્ત્ર, આ સમાજશાસ્ત્ર કે પ્રાયશ્ચિત્તશાસ્ત્ર કયાં રહેલ છે તે બતાવી આપવું એ શિક્ષક કે માબાપનું કામ છે. વાર્તા કહેનારે કઈ વસ્તુ ઉપર ભાર મૂકવો તેનો વિચાર સૂક્ષ્મપણે કરવાનો છે; વાર્તાઓ સામાજિક જીવનનું પ્રતિબિંબ છે, એમાં સમાજનો પ્રાણ વહે છે; એ વાર્તાઓ સમાજનો વર્તમાન આદર્શ અને સ્થિતિ ચીતરે છે, પરંતુ તેમાં ભાવિ સૃષ્ટિની કલ્પના વખતે હોય છે, વખતે નથી હોતી. જે વાર્તાઓ જીવનની પરિપૂર્ણતા અને ઉચ્ચતાનાં પ્રતિબિંબોવાળી છે તે વાર્તાઓ મનુષ્યને આદર્શરૂપ છે. આવી વાર્તાઓમાં રામાયણનું નામ પ્રથમ દરજ્જે છે. સમાજના આદર્શો હંમેશાં બદલાતા રહે છે; ઘણી વાર નીતિમત્તાનું ધોરણ પણ બદલાય છે. આથી વાર્તા કહેનારને માથે મોટી જોખમદારી રહે છે. એક વખત એવો હતો કે સમાજ ચતુરાઈમાં, બીજાથી નહિ છેતરાવામાં અને લાગ આવે તો ટપી જવામાં કુશળતા માનતો. ઘણી વાર એ વસ્તુ નીતિની વિરોધી છે એમ ન લેખાતું. આથી જ ચતુરાઈની વાર્તાનું મહત્ત્વ વધારે અંકાયું હતું, અને એવી વાતો ઘરડાઓ બાળકોને કહીને એમને દુનિયાદારીનું ભાન કરાવવાનો સંતોષ લેતા હતા. તેવી જ રીતે જે સમાજના હૃદયમાં બ્રહ્મચર્યનો નિવાસ ઓછો હતો તેણે પરિણીત જીવનની રસિક વાર્તાઓ વધારે કહી છે. આજે આપણા જીવનનો આર્દશ બદલાતો જાય છે; ભાવિ યુગનો આદર્શ નવો ઘડાતો આવે છે. આવે વખતે કઈ વાર્તાઓ કહેવી અને કઈ ન કહેવી અથવા વાર્તાઓમાં કેવા ૨૪૦