પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૫
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૪૫
 

લોકવાર્તાનું કથન અને કલ્પનાશક્તિ પણ તેનો પણ ઉપાય છે. જે સઘળી ખરેખર બીકની વસ્તુઓ નથી તેનાથી આપણે બીએ નહિ કે બીવરાવીએ નહિ. દાખલા તરીકે ભૂતપ્રેત છે એ હકીકતથી આપણે બાળકોને વાકેફ કરીએ, પણ અમેરિકાના લોકોથી બીવાનું કારણ નથી તેમ ભૂતપ્રેતોથી બીવાનું કારણ નથી એમ આપણે સમજાવી શકીએ. એવી જ રીતે સ્મશાનથી બીવાનું કારણ નથી કારણકે મહાયોગી શંકરની એ પ્રિય ભૂમિ છે તેમ તે આપણો આખરનો વિસામો છે, એમ સમજાવીને આપણે સ્મશાનનો ભય કાપી નાખી શકીએ. એક ભય છે કે આમ નવો અર્થ આપતાં વાર્તામાંથી ભયાનક રસનો લોપ થાય; પણ તેની આપણને ચિંતા નથી. આપણે વાર્તા તો રાખવી છે પણ તેનું નુકસાન જોઈતું નથી; અને આ ભયની ઉત્પત્તિ તે ખરેખરું નુકસાન છે. વાર્તાથી માણસને ગાંડો બનાવી દેવામાં આવે છે એવો જે આક્ષેપ છે તે વાર્તાઓમાં રહેલા આ ભયંકર રસને લીધે છે. હકીકત પણ ખરી છે કે નાનપણમાં સાંભળેલી વાતો માણસ જુવાનીમાં ભૂલી જાય છે; અથવા તો જુવાનીમાં મગજના અને શરીરના સ્નાયુઓ એટલા બધા બળવાન હોય છે કે માણસના ઉપર નાનપણમાં થયેલી ભયની અસર જણાતી નથી. પણ ફરી વાર જ્યારે માણસ ઘરડો થાય છે, ' સ્નાયુઓની નબળાઈ વધે છે અને મગજને બીજું કંઈ કામ કરવાનું હોતું નથી, ત્યારે જૂની ભય ભરેલી વાર્તાઓ એની આગળ ખડી થાય છે અને માણસને બીવરાવે છે. પણ આથી વાર્તાઓનો બહિષ્કાર થવો ન જોઈએ. ઊલટું એ ભયના તત્ત્વને આપણે નવી દૃષ્ટિથી જોતાં શીખી જવું જોઈએ અને તેનો નવીન રીતે પરિચય કરી લેવો જોઈએ. ૨૪૫ ઘણા માણસો ચીબરીને બોલતી સાંભળી કંઈક અપશુકન થયું એમ ધારી ભય પામે છે. મારા મિત્ર મૂળજીભાઈને ત્યાં અમે