પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૬૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૪૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૪૯
 

લોકવાર્તાનું સાહિત્ય દેશની જ વાર્તાઓ તરીકે લેખાય છે; હવે તેઓ માત્ર ભાષાંતર દ્વારા બીજા દેશમાં જાય છે. આથી જ આપણે જાપાનની વાર્તાઓ, પંજાબની લોકવાર્તાઓ, મલાયાની જીવનકથાઓ કે કાઠિયાવાડની જૂની વાતો, એવા ખાસ નામે તેમને ઓળખવી પડે છે. છતાં કેટલીએક વાર્તાઓએ સંન્યાસીનું કામ કરેલું છે; અનેક ઠેકાણે તેમણે દેખાવ દીધો છે ને અનેક પ્રજાની તેઓ ગણાઈ છે, છતાં તેઓ પોતે તો નિરાળી જ રહી છે. આવી વાર્તાઓને ગ્રીસ જર્મનીની વાર્તા માને છે ત્યારે મોરોક્કોના હબસીઓ કહે છે કે એ વાર્તાઓ તો અમારી છે. સિયામવાળા કહે છે કે અમારી વાર્તા તમે લઈ ગયા છો તો ખાસી લોકો કહે છે કે હકીકત એમ છે કે એ વાર્તાઓનું આદિ ઘર અમારે ત્યાં હતું. પુરાતત્ત્વવેત્તાઓ આ કાર્ય પાછળ પોતાનું સમગ્ર જીવન પણ ખરચી નાખી શકે. અનેક દૃષ્ટિએ પ્રચલિત લોકવાર્તાઓને આપણે એકઠી કરવાની પૂરેપૂરી જરૂર છે. લોકસાહિત્ય સમાજજીવનનું આભલું છે. લોકજીવનને જાણવું હોય તો આપણે લોકસાહિત્યમાં પ્રતિબિંબ થયેલ લોકજીવનને જોવું. ગમે તેટલો દંભી સમાજ પોતાનુ આંતર જીવન લોકસાહિત્ય દ્વારા વ્યક્ત કરી બેસે છે. લોકસાહિત્ય શિષ્ટ જનોએ લોકજીવન ઉપર ઢાંકેલ પિછોડીને દૂર કરી નાખે છે અને લોકહૃદયને ખુલ્લેખુલ્લું બતાવી શકે છે. લોકનું બળાબળ, લોકના ભાવાભાવ, લોકના આશાભિલાષો, ટૂંકમાં લોકનું સાચું હૃદય લોકસાહિત્યમાં જ વસે છે. ૨૪૯ જ્યાં સુધી સમાજ સ્વાભાવિક છે ત્યાં સુધી લોકજીવન અને લોકસાહિત્યમાં સંગતિ ભાસે છે. પણ જ્યારે સમાજ ઢોંગી બની જાય છે ત્યારે લોકજીવન અને સમાજ વચ્ચે વિસંવાદ દેખાય છે. વિસંવાદ ખરેખર સાચો હોતો નથી, માત્ર દેખીતો છે, કારણકે