પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૭૭

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૫૯
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૫૯
 

લોકવાર્તાનું સાહિત્ય સંગ્રહ ભક્તલીલામૃત અને ભક્તમાળાના ગ્રંથમાં છે. નરસિંહ અને મીરાં, પીપો અને ધનોજી, રોહીદાસ અને લાલો. ને છેવટે મસ્તરામના કાઠિયાવાડમાં ભક્તની વાતોનો પાર નથી. એ વાતો અદ્ભુત હોવાથી જ લોકવાર્તામાં પેસી ગઈ છે; હવે તે નીકળી શકે તેમ નથી. (૧૨) સતીઓની વાતો સતીઓની વાતો એટલી બધી પુરાણી છે ને એટલી બધી અદ્ભુત અને સુંદર છે કે તે વાતોને પણ લોકવાર્તાના ક્ષેત્રમાં સ્થાન મળ્યું છે. રાણકદેવી, નાગમતી અને જસમાની વાતોએ તો લોકસાહિત્યના દુહા ને સોરઠાને ઓપ આપેલો છે. આજે પણ રાણકદેવી ને જસમાની વાતો ગુજરાતમાં ઠાર ઠાર ગવાય છે ને કહેવાય છે. હજી પણ ઘણી અજાણ સતીઓના પાળિયા પાતિવ્રત્યના પાવિત્ર્યની અને અબળાના બળની એક એક નવી નવી મોહક વાર્તા કહી રહેલા છે. લોકવાર્તાના સંગ્રહકારોએ એ પાળિયા, એ પગલાં ને એ સતીઓના હાથોને હજી ઘણું ઘણું પૂછવાનું છે. (૧૩) ઐતિહાસિક દંતકથાઓ અને સ્થાનબદ્ધ કથાઓ ૨૫૯ ઈતિહાસની હકીકતની ઓથે લોકસાહિત્યકારો ને કવિઓએ કંઈ કંઈ અદ્ભુત કૃતિઓને જન્મ આપ્યો છે. ગામડાના લોકો ઈતિહાસનું એક પણ પુસ્તક ભણતા નથી છતાં આ દંતકથાઓને લીધે એમને એમના પૂર્વજોનો સારો એવો પરિચય થઈ જાય છે. કાકુની વાત જેટલી રસિક થાય છે તેના કરતાં ધૂંધળીમલ બાવાની વાત લોકોને વધારે ઐતિહાસિક, વધારે તાદશ અને વધારે સાચી લાગે છે. આપણી ભૂમિ હજી પણ એવી છે કે જ્યાં સ્થળે સ્થળે લોકઈતિહાસ લખેલો છે. ચમારડીનો ઈશાળવો એક વાત