પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૨
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૬૨
 

૨૬૨ વાર્તાનું શાસ્ત્ર-૨ (૧૭) લોકવાર્તાઓ ઉપર લખી બધી જાતની વાર્તાઓ એક રીતે લોકવાર્તાઓ જ છે. છતાં જે વાર્તાઓ ઉપલા પ્રકારમાં સામાન્ય રીતે નથી આવતી તે વાર્તાઓને લોકવાર્તાના વિભાગમાં મૂકવામાં હરકત નથી. બધી લોકવાર્તાઓ અનેક રસે ભરપૂર છે, અનેક રંગે રંગેલી છે અને લોકજીવનને અનેક રીતે ચીતરનારી છે. દેશ દેશની અને પ્રાંત પ્રાંતની લોકવાર્તાઓ દેશ દેશના અને પ્રાંત પ્રાંતના માણસોની ખાસિયતોની પેઠે જુદી જુદી છે. પંજાબની, બંગાળની અને હિન્દુસ્તાનની લોકવાર્તાઓ અને ગુજરાતની લોકવાર્તાઓમાં કાંઈ કાંઈ સામ્ય જણાય છે, જ્યારે મલાયન લોકવાર્તા અને ગુજરાતની લોકવાર્તાની વચ્ચે મેળ ખાતો નથી. હવે થોડુંએક લોકવાર્તાઓ એકઠી કરનારા દષ્ટિબિંદુ સંબંધે. લોકસાહિત્ય ઉપર જણાવ્યા પ્રમાણે છૂટે હાથે જ્યાં ત્યાં વેરાયેલું છે છતાં તેને એકઠું કરવાનું કામ ઘણું મુશ્કેલ છે. આજે લોકસાહિત્યના ભંડારીઓ અને એના સંગ્રહકર્તાઓની વચ્ચે કૃત્રિમ અંતર ઘણું પડી ગયેલું છે. ભંડારીઓ માની બેઠા છે કે હવે તેમના દિવસો ગયા છે, સમાજમાં તેમને પદવી નથી ને તેમનું જ્ઞાન સમાજને નિરુપયોગી છે. સંગ્રહકર્તાઓ પણ એવું જ માને છે કે પોતાનો વર્ગ વધારે વિદ્વાન છે, વધારે સમજદાર છે ને ભંડારીવર્ગ જેવા અજ્ઞાનવર્ગ પાસેથી લોકસાહિત્ય જેવી કિંમતી વસ્તુ પહેલી તકે લઈ લેવાની તેમની ફરજ છે. સંગ્રહકર્તાઓ હંમેશ વિદ્વાનવર્ગના અથવા અધિકારી વર્ગના હોવાથી ઉભય વર્ગ સંગ્રહના કાર્યમાં લગભગ નિષ્ફળ જાય છે; ને જ્યાં કંઈ થોડી ઘણી સફળતા મળે છે ત્યાં સાહિત્યભંડારનાં ખરાં રત્નોની શોધની નહિ પણ ખોટાં અને કાચનાં રત્નોની શોધની. આથી જે બહિર