પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૭૯

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૧
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૬૧
 

લોકવાર્તાનું સાહિત્ય (૧૫) કૌટુંબિક વાતો આવી વાર્તાઓનો આપણા સાહિત્યમાં પાર નથી. એ વાર્તાઓમાં આપણે સંયુક્ત કુટુંબજીવનની કડવીમીઠી છાયા ભારોભાર છે. ઉપરથી સ્વાતંત્ર્ય ને સુધારાનાં કપડાં પહેર્યાં છે છતાં કુટુંબની સ્થિતિ અને વિચારસરણીમાં કશો મહત્ત્વનો ફેર નથી પડયો, એ વાત આ વાર્તાઓના અદ્યાપિ પર્યંતના સ્વીકારથી સાબિત થાય છે. આજે તો કુટુંબજીવનનું સુખ ગયું છે અને વ્યક્તિગત જીવનના નવા પ્રયોગોને પૂરી નિષ્ફળતા મળી છે. એમ આજનું લોકજીવન આપણને કહી રહ્યું છે. આવી વાર્તાઓના સંગ્રહ વધારે ઉપયોગી છે કારણ કે એથી જ આપણે આપણા જીવનને વધારે ઓળખશું ને આપણી વર્તમાન સ્થિતિથી ચોકી ઊઠશું. (૧૬) કામણમણની વાતો એમ કહેવાય છે કે કામણકૂટણ કે જાદુમંતરની વાતો કામરુ દેશમાંથી આવી છે. ગમે તેમ હો, પરંતુ આપણી બાજુના ધોળાં કપડાંવાળા ગોરજીઓને અને કામણમણને સારો એવો સંબંધ છે. ગોરજીઓ અને કામણટૂમણને લગતી વાતો મેં નાનપણમાં સાંભળ્યાનું મને સારી પેઠે યાદ આવે છે. પણ આ કામણકૂટણની વાતો અરેબિયન નાઈટ્સમાં કહેલી જાદુમંતરની વાતો જેવી નથી; એટલી બધી આ વાર્તાઓ અદ્ભુત પણ નથી. કદાચ આ વાર્તાઓ અરેબિયન નાઈટ્સની વાર્તાઓ કરતાં વધારે સાચી છે એટલું માની શકાય છે. વળી આ વાર્તાઓ યુરોપિયન દેશોની જાદુની વાતોથી પણ એટલી જ નિરાળી છે. આ વાર્તાઓનો જન્મ આપણે ત્યાંના ગોરાજીઓ અને બીજાઓ જેઓ પ્રેતવિદ્યા અને બીજી વશીકરણવિદ્યા જાણે છે ને જેઓ તેનો દુરુપયોગ કરે છે તેમાંથી થયેલો છે. આવી વાર્તાઓ હવે બહુ થોડી સાંભળવામાં આવે છે. ૨૬૧