પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૮૫

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૭
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૬૭
 

પાછળથી જાતનું શિક્ષણ મળે એવું જેમાં આવે એવી એવી વાર્તાઓનાં ભાષાંતર કર્યાં અથવા તો રચી. છેવટે એવો વખત આવ્યો કે ઈતિહાસ વાર્તા દ્વારા શીખવવાનો લગભગ પ્રઘાત પડયો. નિબંધલેખનમાં વાર્તા અગત્યના પાયારૂપે મનાઈ ને વિજ્ઞાનના વિષયોને પણ વાર્તામાં લખ્યા. આમ જાણે કે આખું જગત વાર્તામય કે વાર્તાને આખા જગતમય કરી નાખી. ૨૬૭ જેમ વાર્તાના ઉપયોગમાં વિશાળતા ને વાર્તાના સાહિત્યમાં વિપુલતા આવી તેમ જ વાર્તાની કથનશૈલીમાં મોટા મોટા સુધારા થયા. વાર્તા, સાહિત્યની દૃષ્ટિએ ને કલાની દૃષ્ટિએ કહેવાનું મન થયું. ડોશીમા'ની શૈલી ફરવા લાગી; ડોશીમાનાં અકબંધ વાકયોવાળી વાર્તાને વીંખી નાખી તેમાં વિશેષણો અને ક્રિયાવિશેષણોનો રંગ પૂર્યો, કુદરતનાં વર્ણન ભર્યાં, મનુષ્ય- સ્વભાવનાં લક્ષણ નાખ્યાં ને વાર્તાને વધારે ને વધારે આકર્ષણ બનાવવાના પ્રયત્નો થયા. ભાષાની દૃષ્ટિ પાછળ ન રહી. વાર્તામાં કહેવતોએ અને ઉપમાઅલંકારોએ પેસારો કર્યો; વર્ણનો છલી વળ્યાં, વાર્તા શોભી ઊઠી. વાર્તાઓ કહેનારાઓ વાર્તામાં મૂકેલાં કલા અને સાહિત્યને બાળકો આગળ પ્રેમપૂર્વક પીરસવા લાગ્યા. વાર્તાકાર બોલ્યો : "એક હતું સુંદર સરોવર; જાત જાતનાં કમળો ઊઘડે : કોઈ ધોળા, કોઈ રાતાં, કોઈ ભૂરાં. એમાં ભમરા ઊડે. કોઈ કમળ સવારે સૂરજ સાથે ઊઘડે, કોઈ વળી સાંજે ચાંદા સાથે ઊઘડે.” અથવા "એક હતો ચકલો; બે એની પાંખો, એક એની ચાંચ, આમ ડોક કરે ને તેમ ડોક કરે. એક હતી ચકલી; નાના નાના પગ, નાનીશી ચાંચ, ચકચક કરે ને દાણા ચણે.”