પૃષ્ઠ:Varta Nu Shastra.pdf/૨૮૬

વિકિસ્રોતમાંથી
આ પાનાનું પ્રુફરીડિંગ બાકી છે
૨૬૮
વાર્તાનું શાસ્ત્ર
 

વાર્તાનું શાસ્ત્ર
૨૬૮
 

૨૬૮ અથવા વાર્તાનું શાસ્ત્ર-૨ "એક રાજા હતો. રાજાનું કાંઈ રાજ મોટું ! કેટલા ય ગાઉ લાંબું ને કેટલા ય ગાઉ પહોળું ! એમાં મોટાં મોટાં શહેરો ને ગામો, ડુંગરા ને નદીઓ.” અથવા "એક હતી ભલી છોડી. ભલપણનો ભંડાર; દયામાં તો રાજા જેવી; દાનમાં તો રાજા કર્ણ જેવી; ને તેનાં કાંઈ રૂપ ! ઈન્દ્રની અપ્સરા યે એની પાસે લાજે. ભગવાને જાણે નવરે દિવસે ઘડેલી.” આની સાથે જ વાર્તાઓ નવી દષ્ટિએ લખાઈ. શૈલી એની મનમોહક; વર્ણન એનાં મનોરમ. જોઈએ તો ભાષાના સુંદર પ્રયોગોવાળી વાર્તા મળે, જોઈએ તો શૈલીની સુંદરતાભરી મળે; જોઈએ તો કાવ્ય જેવી, જોઈએ તો અપદ્યાગદ્ય જેવી, અને જોઈએ તો ટાગોરની કૃતિઓ જેવી વાર્તાઓ મળે. આજે આવી વાર્તાઓ પણ મળે છે. આમ બધું બની ગયું છે. એકવાર પાણીનાં પૂર આવી ગયાં છે. એમાં કેટલી યે વસ્તુઓ તણાઈ આવી. હવે ધીરે ધીરે નીર નીતરતાં જાય છે; હવે શૈલીનો ને વસ્તુ વગેરેનો વિચાર શાંતિથી કરી શકાશે. એક વાત તો લગભગ નક્કી થઈ ગયા જેવી છે. તે એ કે વાર્તાનું મુખ્ય પ્રયોજન આનંદ છે : શુદ્ધ, સ્વાભાવિક, તંદુરસ્ત અને પ્રેરક આનંદ છે. બાળકો વાર્તાના આનંદને સહજ શક્તિથી પકડી શકે છે. ઉપરના આનંદ તળે વાર્તામાં શું છુપાયેલું છે તે તેમને ઝટ હાથ આવે છે. આપણે વાર્તાને નામે કઈ વાત દાખલ કરવા માગીએ છીએ તે તેમનાથી લાંબો વખત છૂપું રહી શકતું